તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th October 2026
મોરબીના વનાળીયા શારદાનગર ગામે શરદ પૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન.
સ્વ. કેશવલાલ વનમાળીભાઈ ભટ્ટના પરિવારના યજમાન પદે હિંગળાજ માતાજીના મંદિરે શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ યોજાશે: દર્શન-પ્રસાદનો લાભ લેવા આમંત્રણ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી નજીક આવેલા વનાળીયા શારદાનગર ગામે હિંગળાજ માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓ.ગુ.સા. 400 ના ભટ્ટ પરિવાર દ્વારા આગામી શરદ પૂનમ, તા. 26/10/2026 ને સોમવારના રોજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષના યજ્ઞમાં યજમાન તરીકે મૂળ માનસરના વતની સ્વ. કેશવલાલ વનમાળીભાઈ ભટ્ટના પરિવાર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ યજ્ઞની સંપૂર્ણ પૂજાવિધિ શાસ્ત્રી તેજસભાઈ રમેશભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે શાસ્ત્રોક્ત રીતે કરાવવામાં આવશે. આ પાવન પ્રસંગે યજ્ઞના દાતા અને યજમાન પરિવાર દ્વારા સમસ્ત ભટ્ટ પરિવારને પધારીને દર્શન અને પ્રસાદનો લાભ લેવા હૃદયપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ ઉપરાંત આગામી વર્ષ 2027 ની શરદ પૂનમના યજ્ઞમાં જે પરિવારોને યજ્ઞવિધિમાં બેસવાનું હોય તેમણે અગાઉથી નામ નોંધાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો. 93274 99185) અથવા જે.પી.ભાઈ ભટ્ટ (મો. 99254 51138) નો સંપર્ક કરવાનો રહેશે. જેઓની નોંધણી થશે તેમની જ જાહેરાત કરવામાં આવશે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
