તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
મૂળી ગઢાદ ગામના કોંગ્રેસના યુવા નેતા ઉપર જૂની અદાવતમાં છરી વડે હૂમલો
ગેસ જોડાણ બાબતના મન દુઃખમાં બનેલ બનાવ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૦: મૂળી તાલુકાના ગઢાદ ગામના કોંગ્રેસના યુવા નેતા અને વગડિયા ગેસ એજન્સીના સંચાલક યશપાલસિંહ દીલીપસિહ પરમાર પર જૂની અદાવતમાં છરી વડે હુમલો થયો છે. હુમલાખોરોએ તેમની પાસેથી રૂ.૧૩,૦૦૦ રોકડાની લૂંટ પણ ચલાવી હતી. આ બનાવ અંગે મૂળી પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આશરે એકાદ સપ્તાહ પહેલાં યશપાલસિહને ગામના જ શિવરાજાસિહ રાજેન્દ્રસિહ પરમાર સાથે ગેસ કનેક્શન બાબતે બોલાચાલી થઈ હતી. આ વાતનું મનદુઃખ રાખીને તા. ૫ સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે યશપાલસિહ મૂળી ખાતે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા. ત્યાં શિવરાજાસિહે તેમને ગાળાગાળી કરી, ઝાપટ મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ પછી યશપાલસિહ પોતાની કાર લઈને ગઢાદ પરત ફરી રહ્યા હતા. ગઢાદ ગામમાં જોધાભાઈ રબારીના ઘર પાસે શિવરાજાસિહ અને એક અજાણ્યા શખ્સે તેમની આઈ-૨૦ કાર આડી નાખી યશપાલસિહની કારને રોકી લીધી. આરોપીઓએ કારની ચાવી કાઢી લીધી અને હુમલો કર્યો. શિવરાજાસિહે છરી વડે હુમલો કરતા યશપાલસિહે છરી પકડી લેતા તેમના ડાબા હાથમાં ગંભીર ઈજા થઈ.
આ દરમિયાન આરોપીઓએ યશપાલસિહની કારમાં રાખેલા રોકડા રૂ.૧૩,૦૦૦ લૂંટી લીધા અને ત્યાંથી ભાગી ગયા.ઈજાગ્રસ્ત યશપાલસિહને તાત્કાલિક મૂળી સરકારી હોસ્પિટલ અને પછી સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા. સારવાર લીધા બાદ યશપાલસિંહે મૂળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે શિવરાજસિંહ પરમાર અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે આ ઘટનાને લઇ અને કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય કોંગ્રેસના હોદ્દેદારો તેમજ વઢવાણ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ વકીલ દ્વારા પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી અને આરોપીઓને તાત્કાલિક અસર થી ધરપકડ કરવામાં આવે અને આવા શખ્સોને કાયદાકીય પાઠ ભણાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
