<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ગોંડલના રીબડા પાસે રીક્ષા અને બાઇક અથડાતા વાહન ચાલક યુવાનનું મોત

 

 ખીરસરાઃ રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર  હોન્‍ડા બાઈક ચાલક રાજકોટ તરફથી ગોંડલ તરફ જઈ રહ્યો હતો. તે જ સમયે રીબડા SGVP સ્‍કૂલના ગેટ પાસે સામેથી આવી રહેલી બજાજ રીક્ષા સાથે બાઈક ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો અને તેને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્‍થાનિક લોકોએ તાત્‍કાલિક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરી હતી, પરંતુ ઈજાગ્રસ્‍ત યુવકનું ઘટનાસ્‍થળે જ મોત થઈ ચૂકયું હતું. રીક્ષા ચાલકને પણ સામાન્‍ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્‍યું છે. અકસ્‍માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્‍યો સર્જાયા હતા. ગોંડલ તાલુકા પોલીસે ઘટનાસ્‍થળે પહોંચીને સૌપ્રથમ ટ્રાફિક હળવો કરાવ્‍યો હતો પોલીસે મળતકની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે અને મળતદેહને પોસ્‍ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો છે. પોલીસે બંને વાહનો કબજે લઈને અકસ્‍માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. (તસ્‍વીર-અહેવાલ બી.એમ.ગોસાઇ ખીરસરા)

(1:51 PM IST)