<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

બાબરા તાલુકાના કરિયાણા ગામે ધારદાર હથિયારના ઘા ઝીંકી ફુલઝરના દેવીપૂજક યુવાનની હત્‍યા

(દીપક કનૈયા દ્વારા) બાબરા તા.૮: બાબરામાં ગત સાંજના રોજ કરીયાણા ગામે એક દેવીપૂજક યુવાનને તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્‍યારાઓ ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામી છે.

ગ્રામ્‍ય વર્તુળમાંથી જાણવા મળતી માહિતી મુજબ વીંછીયાના ફુલઝર ગામે રહેતો દેવીપૂજક ભરત ઉગરેજીયા (ઉ.વ.૩૧) પોતાની કાર લઈને કરીયાણા ગામે જઈ રહ્યો હતો ત્‍યારે તેની પાછળ ઇકો ગાડીમાં ૧૦થી ૧ર શખ્‍સોએ પીછો કર્યો હતો. પોતાને મારવા માટે જ આ શખ્‍સો આવ્‍યા હોવાની જાણ ભરતને થતા તેમણે ગાડી ભગાવી હતી પરંતુ ગાડી બંધ પડી જતા યુવક ગાડીમાંથી ઉતરી ભાગવા લાગ્‍યો હતો અને તેની પાછળ શખ્‍સો દોડ્‍યા હતા જો કે ગામની સીમમાં તળાવ આવી જતા યુવક ત્‍યાં ઉભો રહી જતા શખ્‍સોએ એક સંપ કરી યુવક પર તિક્ષ્ણ હથીયારના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધુ હતુ. હત્‍યા કર્યા બાદ શખ્‍સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની બાબરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. મળતકની લાશને બાબરા પોસ્‍ટમાર્ટમ માટે ખસેડવામાં આવી હતી.

આ હત્‍યા શા માટે કરવામાં આવી હતી તેની પોલીસ તપાસ કરી રહી છે અને હત્‍યા કર્યા બાદ નાસી છુટેલા શખ્‍સોને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(12:12 PM IST)