<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

મોરબીના જોધપર (નદી) ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત.

ટંકારાના ધ્રુવનગર ગામે રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા તેનું મોત નીપજયું હતું જ્યારે ટંકારાના ધ્રુવનગર ગામે રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

     મૂળ જામનગર જિલ્લાના દળીયાના રહેવાસી અને મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલા કમોયા આરતીબેન વિરમભાઈ (31) નામની મહિલાએ ગઈકાલે સાંજે આઠ થી નવ વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
   ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતા શંકરભાઈ પોલાભાઈ રાણા (36) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના મોટાભાઈ ગિરધરભાઈ પોલાભાઈ રાણા (45) રહે. ધ્રુવનગર વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

(12:11 AM IST)