<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ગુજરાતમાં દક્ષિણમાં ભારે વરસાદ પણ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઘટ યથાવત

દેશમાં કયાંક અતિવૃષ્‍ટિ તો કયાંક ઓછો વરસાદ તો સમજયા પણ સૌરાષ્‍ટ્રમાં જુલાઇમાં મેઘ મહેર થશે ઘટ ભરપાઇ થઇ જશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ર૩: હાલ પૂર્વોતર રાજયો સહિત દેશમાં ઘણા રાજયોમાં અતિવૃષ્‍ટિ અને વરસાદી કહેર જોવા મળે છે તો કયાંક વરસાદની ખાધ પણ જોવા મળે છે. જો કે આપણા રાજયની જ વાત કરીએ તો અહીં રાજયના દક્ષિણ-પૂર્વ-ઉતર ભાગે વ્‍યાપક વરસાદ જયારે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના કેટલાક વિસ્‍તારોમાં સીજનના અત્‍યાર સુધીના થયેલા કુલ વરસાદના નજીવા આંકડાઓ આヘર્ય પમાડે છે.

લોન્‍ગ ફોરકાસ્‍ટ પર દ્રષ્‍ટિપાત કરીએ તો આ માસના અંતભાગે બંગાળની ખાડીમાં ઉદભવતી સીસ્‍ટમ કદાચ સૌરાષ્‍ટ્રની હાલની ઘટની ભરપાઇ કરે તો નવાઇ નહીં. જો કે મેઘ ‘મહેર કે કહેર' એ કુદરતનો મામલો છે જેમાં કોઇની દખલ નથી ચાલતી

(11:45 AM IST)