<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ધ્રોલ માણેકપર રોડ પર બાઇક આડે કૂતરૂ આવતાં યુવાનનું મોત

ધ્રોલ, તા.૨: ધ્રોલના ચામુંડા પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા કરશનભાઇ મૈયાભાઇ ગમારા (ઉં.વ. ૨૨) ગત તા. ૨૯ ઓક્‍ટોબરના રોજ વહેલી સવારે આશરે સાડા પાંચ વાગ્‍યાની આસપાસ પોતાનું મોટરસાઇકલ લઈને માણેકપર ગામે મજૂરો લેવા માટે જઈ રહ્યા હતા.

તે દરમિયાન માણેકપર રોડ પર આવેલા ભંડારીયા હનુમાનજી મંદિર પાસેથી પસાર થતી વખતે અચાનક બાઇક આડે કૂતરું આવી ગયું હતું. કૂતરું આડું ઉતરતાં ચાલકે બાઇક પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેથી કરશનભાઇ રસ્‍તા પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્‍ત યુવાનને તાત્‍કાલિક સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૈયાભાઇ ભુરાભાઇ ગમારાએ જાણ કરતાં ધ્રોલ પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ એચ.બી. સોઢીયાએ તપાસ હાથ ધરી છે.

(10:48 AM IST)