News of Thursday, 5th November 2026
કલ્યાણપુરના ખાખરડા ગામે કૂવો બાંધવાનું કામ કરતા યુવાન પર પથ્થર પડતા મૃત્યુ

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા તા. પ :.. કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા અભાભાઈ પેથાભાઈ નકુમ નામના ૪૭ વર્ષના સતવારા યુવાન ગઈકાલે બુધવારે ખાખરડા ગામની સીમ વિસ્તારમાં રહેતા એક આસામીની વાડીમાં રહેલા કુવાની અંદર કૂવો બાંધવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે ઉપરથી ચરખીના ચરિયાનો બોલ તૂટી જતા આ ચરીયું નીચે એક બેલા પર પડ્યું હતું. જેથી વજનદાર બેલું અભાભાઈ નકુમના માથા પર પડતા તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મળત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મળતકના નાનાભાઈ ફોગાભાઈ પેથાભાઈ નકુમએ કલ્યાણપુર પોલીસને કરી છે.
ઓખામાં માછીમાર
પ્રૌઢને હાર્ટ એટેક
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખા અને આર.કે. બંદર વિસ્તારમાં રહી અને માછીમારીનું કામ કરતા ગાંડાભાઈ પોલાભાઈ સોલંકી નામના ૫૮ વર્ષના પ્રૌઢને ઓખાથી ૩૦ નોટિકલ માઈલ દૂર દરિયામાંથી બોટમાં માછીમારીની જાળ પરત ખેંચતી વખતે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મળત્યુ નિપજ્યું હતું. જે અંગે પરબતભાઈ ભીમાભાઈ સોલંકી ઓખા મરીન પોલીસને જાણ કરી છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
