તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 27th May 2026
જૂનાગઢમાં ૪ શખ્સોએ હુમલો કરતા ધમકી આપતા યુવકે ફિનાઈલ પીધું
તારો મિત્ર અરમાન કેમ તારી પાસે આવે છે તેમ કહી તૂટી પડયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૭: જુનાગઢના ચુનારાવાસમાં વોરાના કબ્રસ્તાન પાછળ રહેતા અને મજૂરી કામ કરતા ૨૧ વર્ષીય ઉવેશ ઉર્ફે રાજા શરીફભાઈ સંધાર નામના યુવકની ફરિયાદ અનુસાર, સોમવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ તે પોતાના ઘર પાસે બેઠો હતો, ત્યારે તેના જ વિસ્તારમાં રહેતા શકીલ, દીલાવરખાન, રહીશખાન અને મોઈન ખાન નામના ૪ શખ્સોએ ધસી આવી કેમ્બ્રિજ સોસાયટીમાં રહેતો તારો મિત્ર અરમાન કેમ તારી પાસે આવે છે તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.
આ દરમ્યાન રહીશખાન અને દીલાવરખાને ઉવેશને પકડી રાખ્યો હતો, જ્યારે શકીલે તેના પીઠના ભાગે ધારિયું માર્યું હતું. આ ઉપરાંત મોઈન ખાને ઉવેશની છાતી અને જમણા ભાગે છરીના ચરકા મારી ઈજા પહોંચાડી હતી.
હુમલાખોરોએ શ્નજો તું તારા મિત્ર અરમાન સાથે અહીં દેખાયો તો જાનથી મારી નાખીશુંઙ્ખ તેવી ધમકી આપી નાસી છૂટયા હતા. ધમકીથી ડરી ગયેલા યુવકે ફિનાઈલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે યુવકની ફરિયાદ આધારે કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
