<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

સાયલાના અડાળા ગામે ઊંડા કૂવામાં ન્‍હાવા પડેલ યુવાનનું ડૂબી જતાં મોત

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૪: સાયલા તાલુકાના અડાળા ગામના તળાવ માં આવેલી વાડીના ૩૦ ફૂટ ઊંડા કૂવામાં જયરાજ ઉર્ફે કાનો વિરમભાઇ મિત્રો સાથે તરવાનું શીખવા પાણીમાં ઉતર્યો હતો પરંતુ તરતા નહીં આવડતું હોવાથી અંદર ડૂબી ગયેલો જોતા સાથે રહેલ મિત્ર દ્વારા તુરત તેના પરિવાર તથા ગામમાં જાણ કરી હતી. યુવાનને બહાર કાઢવામાં સામાન્‍ય તરવૈયા ને સફ્‌ળતા ના મળતા ચોટીલા નગરપાલિકા ફાયર વિભાગ ને જાણ કરતા આવી પહોંચેલી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા લાંબી જહેમત બાદ બેભાન હાલતમાં જયરાજને બહાર કાઢી તેને CPR આપવા સહિતના પ્રયાસો કર્યા હતા પણ તે સફ્‌ળ ન થતા તેને મળત જાહેર કરાયો હતો. બે ભાઈ બે બહેનોમાં મોટા દીકરાનું અકાળે મળત્‍યુ થતા પરિવાર સાથે સમગ્ર ગામમાં શોકનો માહોલ વ્‍યાપી જવા પામ્‍યો હતો જ્‍યારે ધજાળા પોલીસ દ્વારા આ મામલે મળતકના સગાના નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:40 AM IST)