<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

કાલાવાડના સનાળા ગામે સંતાન નહી થતા યુવકે ફાંસો ખાધોઃ જોડીયાના હડીયાણામાં હલર સાથ માથુ ભટકાતા મહિલાનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામગર, તા.૧૩: જોડીયા તાલુકાના હડીયાણા ગામે રહેતા માવજીભાઈ ગણેશભાઈ સોનગરા ઉ.વ. ર૬ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, ખેતરમાં  કમલાબેન ગણેશભાઈ સોનગરા ઉ.વ. પ૪ વાળા તેમની માતા  હલર મશીનમાં

મગફળી કાઢતા હોય ત્‍યારે અચાનક કમલાબેનની સાડીનો છેડો હલરમાં આવી જતા  માથુ હલર મશીનમાં અથડાતા માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર અર્થે જાંબુડા સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કરેલ હતા.

મુળ દાહોદ અને હાલ કાલાવડ તાલુકાના સનાળા ગામે રહેતા નરેશ અનીયાભાઈ ભુરીયાા ઉ.વ. પ૦ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તેમનો ભાઈ પરશુભાઈ અનીયાભાઈ ભુરીયા ઉ.વ. ૩૮ વાળાને લગ્નને સાતેક વર્ષ થઈ ગયેલ હોય અને તેઓને કોઈ સંતાન ન હોય જેના લીધે ઘણા સમયથી તેઓ ઉદાસ રહેતા હોય અને મનમાં દુઃખ હોય જેથી પોતાની મેળે વાડીએ આવેલ ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરી છતના ભાગે આવેલ સીમેન્‍ટના પીઢીયામાં ચુંદડી વડે પોતાને મેળે ગળાફાંસો ખાઈ લેતા મૃત્‍યુ પામેલ છે.

જોડીયાના પડાણા ગામે ૭૦ ચપટા ભરેલ તુફાન ચાલક ઝડપાયો

જોડીયા પોલીસ મથકના એ.બી.સોઢીયાએ તા. ૧ર ના રોજ  આ કામેના આરોપી રાકેશ ફુલસિંગ અજનાર રહે. મોરબી મુળ એમ.પી.વાળાને  પોતાની હવાળાવાળી તુફાન ગાડીમાં દારૂના ચપલા ૭૦ કિંમત રૂા. ૧પપ૦૦ તથા તુફાન ગાડી કિંમત રૂા. બે લાખ તથા મોબાઈલ ફોન કિંમત રૂા. પ હજાર મળી કુલ રૂા. ર૧પપ૦૦ ના મુદામાલ સાથે પડાણા ગામના બસ સ્‍ટેશન પાસે રોડ પરથી ઝડપી પાડયો હતો

(11:09 AM IST)