તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 21st April 2026
સુરેન્દ્રનગરના ચોટીલાના દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર હુમલો
ચાર જેટલા લોકોએ એકત્રિત થઈ અને યુવક ઉપર હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૨૧: ચોટીલાના દેવસર ગામે રાજાવડ જવાના રોડ ઉપર શૈલેષભાઈ છનાભાઈ વાઘેલા ઉપર હુમલા ની ઘટના સામે આવી છે અગાઉ સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટ નો ખાર રાખી અને ચાર જેટલા ઇસમો દ્વારા બોલાચાલી કર્યા બાદ માર મારવામાં આવ્યો છે અને ફેક્ચર કરી નાખવામાં આવતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
શૈલેષભાઈ છનાભાઈ વાઘેલા પોતે પોતાનું ટ્રેક્ટર લઈ અને ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન કાર્તિકભાઈ લાખાભાઈ ભરવાડ રમેશભાઈ રાજાભાઈ ભરવાડ યોગેશભાઈ રામાભાઇ ભરવાડ અને રામાભાઇ ભરવાડ તમામ રહે રાજાવાડ તાલુકો ચોટીલા વાળા દ્વારા તેમને ઉભા રાખવામાં આવ્યા હતા અને બોલાચાલી કરવામાં આવી હતી ત્યારે શૈલેષભાઈ છનાભાઈ વાઘેલા દ્વારા આ બાબતે કાંઈ પણ બોલ્યા વગર પોતાના ઘરે ટ્રેક્ટર લઈ અને જતા રહ્યા હતા.
પરંતુ ત્યારબાદ ગામમાં આવેલ દિલકેશભાઈ મેસરિયા ની દુકાન પાસે કોઈ કામથી શૈલેષભાઈ છનાભાઈ વાઘેલા આવેલા અને ત્યારબાદ ફરી બોલાચાલી કરી અને સમુહ લગ્નના ઝઘડા નું મન દુઃખ રાખી અને તે દિવસે તો સમૂહ લગ્નમાં બધા હતા એટલે તું બચી ગયેલ પણ આજે તને જીવતો નથી જવા દેવો તેમ કહી અને હુમલો કર્યો હતો કુંડલી વાળી લાકડી વડે હુમલો કરવામાં આવતા શૈલેષભાઈ ના ડાબા હાથે ઘા મારવામાં આવતા ફેક્ચર થઈ ગયું હતું અને આ અંગે ઢીકા પાટુનો પણ માર મારવામાં આવ્યો હતો ત્યારે ચોટીલા પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી છે અને ઇજાગ્રસ્ત શૈલેષભાઈ ને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી અને પોલીસે પણ વધુ તપાસ શરૂ કરી છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
