તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
માળીયાહાટીનાના ઇટાળી ગામના યુવાનનો હીરાના ધંધામાં મંદીને લઈ આપઘાત
વડાલના વૃદ્ધનું પડી જવાના કારણે મોતઃ ખાંભાગીરની પ્રસૂતાને આંચકી આવતા મૃત્યુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૨૦ : માળીયાહાટીનાના ઇટાળી ગામના એક યુવાને હીરાના ધંધામાં મંદીને લઈ આપઘાત કરી લીધો હોવાનું અને જૂનાગઢ પાસેના વડાલના વળદ્ધનું પડી જવાના કારણે મોત થયું હોવાનું જાણવા મળેલ છે.
માળીયાહાટીના તાલુકાના ઈંટાળી ગામના ગીરીશભાઇ જગમાલભાઇ ભાદરકા ઉ.વ. ૩૬ હીરા ઘસવાનું કામ કરતા હતા પરંતુ હાલ હિરાના ધંધામા મંદી હોવાથી ટેન્શનમાં રહેતા હતા અને એકલવાયું જીવન જીવતા હોય જેથી પોતાની મેળે પોતે એસીડ પી લેતા તેનું મળત્યુ થયું હતું.
આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. વડાલ ગામે રહેતા પ્રેમજીભાઇ જીવરાજભાઇ હીરપરા ઉ.વ. ૮૪ નામના વળદ્ધનું જુનાગઢ પાસેના સુખપુરથી આગળ દશામાંના મંદિર પાસે પડી જવાના કારણે મળત્યુ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
વિસાવદર તાલુકાના ખાંભા ગીર ગામના અસ્મીતાબેન સુનીલભાઈ માથાસુરીયા ઉ.વ. ૨૦ નામના પરિણીતાને ડીલેવરીનો દુખાવો ઉપડતા તાણ આચકી આવતા સારવાર દરમ્યાન તેનું મળત્યુ થતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
સુખપુર ગામના ચકુબેન સુરેશભાઈ ચોરીયા ઉ.વ. ૩૫ નામના મહિલાને મૂંઝારો તેમજ ગભરામણ થતા સારવાર દરમ્યાન મળત્યુ નીપજ્યું હતું. મહિલાના મોતથી તેના પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
