News of Friday, 17th April 2026
જુનાગઢનો યુવક કચ્છ મજૂરી કામે ગયેલ અને ત્યાંથી વધુ પૈસાની લાલચે વલસાડ જવા નિકળેલ પણ મોબાઈલ ચોરાઈ જતા ચોટીલા આવી કામે લાગી ગયેલ
જુનાગઢનો યુવક ગૂમ થયાની ફરીયાદમાં પોલીસે તપાસ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૭: ગઈ તા.૦૯/૦૪/૨૦૨૬ ના રોજ અરજદાર મીનાબેન સોંદરવા એ ડીવીઝન પોલીસ સ્ટેશને જણાવી કે, તેમનો દિકરો વિજય છેલ્લા એકાદ વર્ષથી જામજોધપુર તાલુકાના સતાપર ગામે સેન્ટીંગ ડામ/મજુરી કામ કરવા દિનેશ હિરાભાઈ સોંદરવા સાથે રહેતો હતો અને મજુરી કામ કરતો હતો અને ગઈ તા.૦૫/૦૪/૨૦૨૬ ના રોજ વિજય સતાપરથી નિકળીને ગાંધીધામ બુઢરમોરા ગામ મોરૈયા નગર ખાતે રહેતા લાલજી મોહનભાઈ સથવારાને ત્યાં બોરવેલ તથા ખેતીવાડીમાં મજુરી અર્થે ગયેલ હતો અને તા.૦૭/૦૪/૨૦૨૬ ના રોજ બુઢરમોરા ગામ મોરૈયા નગર ખાતેથી બપોરના નિકળી રાજકોટ ગયેલ હતો અને ત્યાંથી અમદાવાદ ગયેલ બાદ સાંજના ચારેક વાગ્યે મારા મોબાઈલ નંબર ઉપર વિજયના મોબાઈલમાંથી ફોન આવેલ અને વિજય બાબતે પુછતા સામેથી કહેલ કે વિજય બીમાર છે એન બહુ તાવ છે અને તે ઉભો થઈ શકે તેવી હાલતમા નથી, જેથી મે કહેલ કે તેને દવાખાને લઇ જાવ તો સામેથી કહેલ કે પૈસા મોકલો તો હું દવાખાના લઈ જાવ તેમ જણાવતા હું પૈસા મોકલુ છુ તેમ કહેતા સામાવાળાએ ફોન કાપી નાખેલ અને ત્યારબાદ થોડીવારે અજાણ્યા મોબાઈલમાંથી વિડીયો કોલ આવેલ અને વિજયને ફોનમાં બતાવેલ અને વીજય બાકડા ઉપર બેઠેલ હતો અને ફોનમાં અજાણ્યા ઈસમે કહેલ કે અમો અમદાવાદ રેલ્વે સ્ટેશને છીએ તેમ કહી ફોન કાપી નાખેલ બાદ વિજય સાથેનો સંપર્ક તુટી ગયેલ હતો આમ અરજદારનો દિકરો કોઈ રીતે ગુમ થયેલાની અરજી કરેલ હતી.
આ અરજીની ગંભીરતા લઈને એ-ડિવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ. વાય.એન.સોલંકી તેમજ સર્વેલન્સ સ્કોડની ટીમ તથા લોકલ કાઈમ બ્રાન્ચ જુનાગઢની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા અરજદારના ફોનમાં આવેલ અજાણ્યા ફોન નંબર તેમજ ગુમ થનાર વિજયભાઈ કયાં કયાં ગયેલ છે તે તમામ જગ્યાએ તપાસ કરાવી હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સની મદદથી ગુમ થનાર વિજયભાઈ સોંદરવાના મોબાઈલના લાસ્ટ લોકેશન બાબતે તપાસ કરી વલસાડ ખાતેથી અરજદાર સાથે ફોન પર વાત ક૨ના૨ શકમંદને વિજયના મોબાઈલ સાથે શોધી ડાઢવામાં આવેલ. તેમજ હ્યુમન સોર્સથી ગુમ થનાર વિજયભાઈ ચોટીલા ખાતે મજુરી કામ સબબ ગયેલ હોવાની હકીકત જાણવા મળતા ગુમ થનાર વિજયભાઈનો સંપર્ક કરી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર કરવામાં આવ્યા હતા અને બનાવ બાબતે પુછપરછ કરતા જણાવેલ કે હુ છેલ્લા સાતેક મહીનાથી સતાપર ગામે મજુરી કામ કરતો અને ત્યાથી પંદરેક દીવસ પહેલા હુ કચ્છના બુઢરમોરા ગામ ખાતે મજુરી કામે ગયેલ અને ત્યા મે ચારેક દીવસ મજુરીકામ કરેલ અને ત્યા જ રોકાતો તે દરમ્યાન હુ અગાઉ જેની સાથે કામ કરતો તે પ્રકાશભાઈ સોલંકી રહે. માધવપુર ઘેડ પાસેના ગામનો છે તેનો મને ફોન આવેલ અને કહેલ કે અહીં વાપી-વલસાડ બાજુ મજુરી કામ સારુ ચાલે છે અને મજુરીના પૈસા પણ સારા મળે છે જેથી તુ વલસાડ આવી જા જેથી હુ તથા મારા મોટા બાપાનો દીકરો મોહન ડાનજીભાઈ સોંદરવા બડો જણા દશેક દીવસ પહેલા ટ્રેનમા બેસી વલસાડ ગયેલ અને વલસાડ રેલ્વે સ્ટેશન ખાતે મારો મોબાઈલ ચોરાઈ ગયેલ જેથી મારે આ પ્રકાશ સોલંકી સાથે કઈ વાતચીત થયેલ નહી. મારા મોટા બાપાનો દીકરો મોહન બો જણા પાછા ટ્રેનમા બેસી ચોટીલા ખાતે આવેલ અને ચોટીલા ખાતે ઉદય બાપુની વાડીએ કામ કરતો હતો જે બાબતે મેં મારા પરીવાર જનોને જાણ કરેલ ન હતી.
આમ ગુમ થનાર વિજયભાઈ રામજીભાઈ સોંદરવાને તેમના પરીવાર સાથે મીલન કરાવતા પરીવારમા આનંદની લાગણી ઉદભવેલ અને અરજદારે પોલીસે તેની સાથે કોઈ ગેરવર્તન નહી કરેલ હોવાનું જણાવેલ હતુ તેમજ અરજદાર મિનાબેન રામજીભાઈ સોંદરવા તથા વિજયભાઈ ને શકમંદ ઇસમ બાબતે જીરો નંબર થી એફ.આઈ.આર. કરાવવા બાબતે સમજ કરતા અમારે કોઈ કાર્યવાહી કરવી નથી તેમ જણાવી જુનાગઢ જીલ્લા પોલીસ સ્ટાફનો આભાર વ્યકત કરેલ. આમ જુનાગઢ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરી માનવતા દાખવી સરાહનીય કામગીરી કરેલ છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
