<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

ચોટીલા બ્રીજ પાસે ટ્રક પાછળ કાર અથડાતાં લીલાપુરના યુવાનનું મોત

દ્વારકા, સોમનાથ, સાસણ થઇ અમદાવાદ જતી વખતે બનાવઃ રાજકોટમાં સારવારમાં મોતઃ પરિવારજનો પણ સાથે હતાં: દિકરા-દિકરીને પણ ઇજા થઇ હતી

રાજકોટ તા. ૨૧: ચોટીલાના બ્રીજ નજીક ગઇકાલે મોડી રાતે બંધ ટ્રક પાછળ કાર અથડાતાં અમદાવાદના લીલાપુરના જમીન મકાનના ધંધાર્થી અને તેના પરિવારજનોને ઇજા થઇ હતી. સારવાર દરમિયાન આ યુવાનનું મૃત્‍યુ થયું છે.

અમદાવાદના લીલાપુર ગામે રહેતાં દીપકભાઇ વિરજીભાઇ ઠાકોર (ઉ.વ.૩૮) પોતાના પરિવારજનો સાથે કાર લઇને દ્વારકા, સોમનાથ દર્શન કર્યા બાદ સાસણ થઇ પરત અમદાવાદ જતાં  હતાં ત્‍યારે ૨૦મીએ મોડી રાતે ચોટીલા નજીક બંધ ઉભેલા ટ્રક પાછળ કાર અથડાઇ જતાં દીપકભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમના દિકરા, દિકરીને પણ ઇજા થઇ હતી. નાના મોટા મળી પરિવાના છ સભ્‍યો કારમાં હતાં. મૃત્‍યુ પામનાર દિપકભાઇ ખેતી કરે છે અને સાથે સાથે જમીન મકાન લે-વેંચનું કામ પણ કરતાં હતાં. રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં મૃત્‍યુ થતાં યુનિવર્સિટી પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી હતી.

(1:23 PM IST)