તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
લીંબડીમાં યુવાને ન કરવાનું કર્યુઃ ગુપ્તાંગમાં લોખંડની રીંગ ફસાઇ ગઇ
રવિવારે મુશિબતમાં મુકાયો, બે દિવસ કોઇને વાત ન કરીઃ ‘ન કહેવાય ન સહેવાય'ની હાલત થતાં ઘરમાં જાણ કરતાં સારવાર માટે ખસેડાયોઃ રાજકોટથી સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રીફર કરાયોઃ ઓપરેશન માટે દાખલ કરાયો

રાજકોટ તા. ૮: ઘણીવાર યુવાનો ન કરવાનું કરતાં હોય છે અને મુશીબતમાં મુકાઇ જતાં હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટ સિવિલ હોસ્પિટલના રજીસ્ટરમાં નોંધાયો છે. જેમાં લીંબડીના એક ૩૯ વર્ષના યુવાનના ગુપ્તાંગમાં લોખંડની રીંગ ફસાઇ જતાં ભારે પીડાની હાલતમાં તેને સારવાર માટે રાજકોટ ખસેડાતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે લીંબડી પોલીસમાં નોંધ કરાવી હતી.
જાણવા મળ્યા મુજબ ૩૯ વર્ષનો આ યુવાન અપરિણીત છે અને ટાઇલ્સને લગતું કામ કરે છે. ગઇકાલે તેણે પોતાને ગુપ્ત ભાગે ખુબ દુઃખાવો થતો હોવાની જાણ ઘરમાં કુટુંબી ભાઇને કરતાં ભાઇ તેની હાલત જોઇ ચોંકી ગયો હતો અને તુરત જ સારવાર માટે સુરેન્દ્રનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. યુવાને કહ્યું હતું કે રવિવારે સવારે તેના ગુપ્તાંગમાં સ્કૂટરના કોઇ પાર્ટસની લોખંડની રીંગ ફસાઇ ગઇ હતી. આ પછી તેણે રીંગને કાઢવા પોતાની રીતે પ્રયાસો આદર્યા હતાં. પરંતુ હાલત વધુ બગડી ગઇ હતી. રીંગ વધુ ફસાઇ ગઇ હતી. બે દિવસ સુધી તેણે શરમમાં કોઇને વાત પણ કરી નહોતી અને પીડા સહન કરી હતી. પેશાબ પણ બંધ થઇ ગયો હતો. અંતે ગઇકાલે ન કહેવાય ન સહેવાયની હાલતમાં તેણે ઘટનાની જાણ કરતાં સારવાર માટે ખસેડાયો હતો. જો કે રાજકોટ સિવિલ બાદ બે ખાનગી હોસ્પિટલમાં બતાવ્યા પછી ફરી સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાતાં ત્યાં ઓપેરશન હાથ ધરી તબિબોએ તેને પીડા મુક્ત કરાવવા તજવીજ કરી હતી. આ યુવાન અપરિણીત છે અને પરિવાર સાથે રહે છે. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
