તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
જોડીયા પાસે બે મોટરસાયકલ અથડાતા વાઘેર યુવાનનું મોત
ચાર વ્યકિત બે મોપેડમાં ધ્રોલ ગયા' તા અને પરત ફરતા બંને મોપેડ અથડાઇ પડયા

જામનગરઃ તા.૨: જોડીયા પોલીસ સ્ટેશનમાં શોકતભાઈ ફિરોજભાઈ સુરંગી, ઉ.વ.૧૯, રે. રહિમનગરમફતીયા પરા, જોડીયા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે,શોકતભાઈ તથા તેના મામાના દિકરો સાહીલભાઈ નોડે તથા તેના ફઈનો દિકરો નાજીમભાઈ સીદીકવાળા એમ ચારેય જણા બે અલગ મોટરસાયકલ લઈ ધ્રોલ ગેબનશાપીરની દરગાહઓથી દર્શન કરી પરત જોડીયા આવતા હોય ત્યારે ભાદરા પાટીયા પાસે આવેલ ઓવરબ્રીજના કેશીયા બાજુના છેડે દ્વારકાધીશ હોટલ પાસે પહોંચતા નાજીમભાઈ તેનું મોટરસાયકલ જી.જે.૧૦-ઈ એફ-૧૨૯૮ વાળુ લઈ આગળ જતા હોય ત્યારે અલબાજભાઈ મુબારકભાઈ ગોધવીયા તેનું મોટરસાયકલ જી.જે.૧૦ ઈ ડી-૮૮૧૬ વાળુ પુરઝડપે ચલાવી આવી નાજીમભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર ભટકાડતા નાજીમભાઈ તથા જુબેરને મોટરસાયકલ નીચે પાડી દેતા જુબેરને ગોઠણે સામાન્ય ઈજા પહોંચાડી હતી તથા નાજીમભાઈને માથાના ભાગે તથા ગરદનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કરેલ છે.
૪૮ ચપલા સાથે શખ્સ ઝડપાયો
: અહીં સીટી ‘સી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. હર્ષદભાઈ દલપતભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની શેરી નં.૨૩ માં આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે પિન્ટુ બાઠીયો રહેણાક મકાનમાં ગેરકાયદેસર-પાસ પરમીટ-દારૂના ચપલા નંગ-૨૪, કિંમત રૂ. ૭૨૦૦/- તથા પોતાના કબ્જાની એકસેસ જી.જે.૧૦-ઈબી-૫૪૨૦ વાળીની ડેકીમાં ઈંગ્લીશ દારૂના ચપલા નંગ-૨૪ કિંમત રૂ.૭૨૦૦/- મળી કુલ ચપલા નંગ-૪૮, કિંમત રૂ.૧૪,૪૦૦/- તથા મોટરસાયકલ કિંમત રૂ.૩૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૪૪,૪૦૦/- સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.
૧૦ બોટલ સાથે ઝડપાયોઃ એક ફરાર
અહીં સીટી ‘બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઘેલુભા વાઢેર એ ફરીયાદ નોંધાવી છે કે, ના વિકાસગળહ રોડ, ન્યુ પટેલ ફરસાણ પાસે આરોપી પીનાકીનભાઈ મુકુન્દરાય ભટ્ટ પાસેથી દારૂની બોટલ નંગ-૧૦, કિંમત રૂ. ૧૨,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી અજયસિંહ વાળા ફરાર થઈ ગયેલ છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
