તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 23rd April 2026
કચ્છના રાપરમાં બહેનને મેસેજની અદાવતમાં યુવકનું ફિલ્મી ઢબે અપહરણ: પોલીસે ચાર આરોપીને ઝડપ્યા
ગણતરીની કલાકોમાં જ પોલીસે લોકેશન ટ્રેસ કરી આરોપીઓને ઝડપી પાડ્યા અને યુવકને તેમના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો

કચ્છના રાપર શહેરમાંથી એક યુવકના અપહરણની સનસનીખેજ ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અપહૃત યુવકને હેમખેમ મુક્ત કરાવ્યો છે. આ કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ગુનામાં વપરાયેલ મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ભોગ બનનાર યુવકે આરોપી પૈકીના એકની બહેનને મોબાઈલ ફોન પર મેસેજ કર્યો હતો. આ બાબતની દાઝ રાખીને આરોપીઓએ યુવકને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. અદાવત રાખીને ચાર શખ્સોએ ભેગા મળી યુવકનું અપહરણ કર્યું અને તેને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા.
અપહરણની જાણ થતા જ રાપર પોલીસે નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગણતરીના કલાકોમાં જ પોલીસે લોકેશન ટ્રેસ કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને યુવકને તેમના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. આરોપીઓ પાસેથી પોલીસે બાઇક, મોબાઈલ ફોન અને હથિયાર તરીકે રાખેલી છરી કબજે કરી છે. હાલ ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આ સફળ કામગીરીને પગલે સ્થાનિક લોકોએ પોલીસની પ્રશંસા કરી
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
