<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

ગોંડલના મેતાખંભાળીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૮ શખ્‍સો પકડાયા

૩૦ હજારની રોકડ અને પ બાઇક સહિત ૧.૫૪ લાખનો મુદામાલ કબ્‍જે કરાયોઃ સુલતાનપુર પોલીસનો દરોડો

રાજકોટ તા.પઃ ગોંડલના મેતાખંભાળીયા ગામની સીમમાં સુલતાનપુર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૮ શખ્‍સોને ઝડપી લીધા  હતા.

મળતી વિગતો મુજબ મેતાખંભાળીયા ગામની સીમમા વાસાવડી નદીના કાંઠે ખુલ્લી જગ્‍યામાં બાવળની કાટમા જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા સુલતાનપુર પોલીસે દરોડો પાડી જુગાર રમતા (૧) અશ્વીનભાઇ બાબુભાઇ પરમાર ધંધો ખેતી રહે.કેશવાળા તા.ગોંડલ, (૨) પીન્‍ટુભાઇ હરેશભાઈ રાછડીયા ધંધો વેપાર રહે.દેવળીયા ગામ તા.બાબરા, (૩) વિપુલભાઇ મેરામભાઇ ડાંગર ધંધો ખેતી રહે.મઢડા ગામ તા.જશદણ, (૪) જગદીશભાઇ વલ્લભભાઇ રામાણી ધંધો ખેતી રહે.કેશવાળા ગામ, (૫) નીલેષભાઇ સુરેશભાઈ જોષી ધંધો ડ્રાઇવીંગ રહે.ગોંડલ જેતપુર રોડ લક્ષ્મીનગર, (૬) ગુણવંતભાઇ બાવાભાઇ મકવાણા ધંધો ખેતી રહે.મેતાખંભાળીયા ગામ (૭) કરશનભાઇ મગનભાઇ લુણાગરીયા ધંધો ખેતી રહે.કેશવાળા તા.ગોંડલ તથા (૮) વ્રજલાલ ઉર્ફે વજુભાઇ ડાયાભાઇ ચાવડા ધંધો મજુરી રહે.મેતા ખંભાળીયા તા.ગોંડલને રોકડ રકમ રૂા.૩૦,૩૦૦, મોબાઇલ નંગ-પ કિ.રૂ.૨૪,૦૦૦ તથા મો.સા. નંગ-પ કી.રૂ.૧, ૦૦, ૦૦૦/- મળી કુલ કી.રૂા.૧,૫૪,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:20 PM IST)