તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 14th May 2026
લાલપુરના પડાણા ગામે તામસી સ્વભાવની યુવતિએ જીવન ટૂંકાવ્યું
પરિવાર પ્રત્યે મનદુઃખ રાખી આવેશમાં આવીને આપઘાતનું પગલું ભર્યાની આશંકા

જામનગર, તા., ૧૪, લાલપુર તાલુકાના પડાણા ગામના શિવપરા વિસ્તારમાં રહેતી એક યુવતિએ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
દેવાભાઈ કાનાભાઈ વધોરાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેમની પુત્રી રવિનાબેન દેવાભાઈ વધોરા ઉંમર વર્ષ ૧૯), મજૂરી કામ કરતી હતી, અને સ્વભાવે તામસી તેમજ લાગણીશીલ હતી.
પરિવારજનો દ્વારા અન્ય બહેનોને વધુ સારી રીતે રાખવામાં આવે છે, અને પોતાના પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તેવા વિચારો મનમાં રાખીને રવિનાબેન આવેશમાં આવી ગઈ હતી. ત્યારબાદ પોતાના રહેણાંક મકાનમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
ઘટનાની જાણ થતાં પરિવારજનો તથા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જો કે, યુવતિનું મળત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે મેઘપર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ નોંધ કરવામાં આવી છે. સમગ્ર મામલે મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર એન થાનકી વધુ તપાસ ચલાવી રહ્યા છે. મળતક ની મોટી બહેનનું ત્રણ દિવસ પહેલા જ સગપણ થયું હતું, જેને પરિવારજનો સારી રીતે રાખતા હોવાનું અને પોતાનું ધ્યાન ન રાખતા હોવાનું મળતકને મનમાં લાગી આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
