News of Wednesday, 9th September 2026
ગોંડલના મોટી ખીલોરી પાસે અકસ્માતમાં ઘવાયેલા દેરડી કુંભાજીના યુવકનું મોત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૯ : ગોંડલના મોટી ખીલોરી પાસે સર્જાયેલ અકસ્માતમાં ઘવાયેલા દેરડીકુંભાજીના યુવકનું સારવાર દરમીયાન મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ દેરડી (કુંભાજી) ગામે રહેતા દિલીપભાઈ રૂડાભાઈ ચાવડાનો ૨૨ વર્ષીય પુત્ર કિશન પોતાના જ ગામના દિનેશભાઈ બચુભાઈ સોલંકીના મોટરસાઇકલ પાછળ બેસીને મોટી ખીલોરી ગામ તરફ કામ અર્થે જઈ રહ્યો હતો. આ દરમિયાન દેરડી-મોટી ખીલોરી રોડ પર મામા દેવના મંદિર પાસે પહોંચતાં સામેથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા સીએનજી સુપર કેરી ટેમ્પો (GJ-14-Z-7782) ના ચાલકે મોટરસાઇકલને સામેથી જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં કિશનને છાતીના ડાબા ભાગે તેમજ માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે મોટરસાઇકલ ચલાવી રહેલા દિનેશભાઈ સોલંકીને પગમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કિશનને વધુ સારવાર અર્થે રાજકોટ વિદ્યાનગર રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ૬ દિવસની સારવાર બાદ તેણે દમ તોડ્યો હતો.
ે સુલતાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હોવાનું જણાવ્યું હતું. સુલતાનપુર પોલીસે સીએનજી સુપર કેરી ટેમ્પો ના ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
