<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

આમ આદમી પાર્ટી એ સોડવદર બેઠક કબજે કરી ખાતૂ ખોલાવ્‍યું

જામકંડોરણા તાલુકા પંચાયતની ભાજપે કબજે કરી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૯: જામકંડોરણા જેતપુર નાં યૂવા ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા એ પોતાના મત વિસ્‍તારમાં ગઢ સાચવી રાખી ને તાલુકા પંચાયત ની ૧૬ બેઠકો ની ચૂંટણી માં ૧૫બેઠકો મેળવી તાલુકા પંચાયત માં ભાજપ નો કેસરીયો લહેરાયો છે ભાજપે જામકંડોરણા તાલુકા ની દડવી જીલ્‍લા પંચાયત બેઠક તથા જામકંડોરણા જીલ્‍લા પંચાયત બેઠક કબજે કરી છે આ બેઠકમાં દડવી ભાજપના ઉમેદવાર કુદનબા વિજયદાન માવલ ૮૬૧૯મત થી વિજેતા બન્‍યા છે જામકંડોરણા જીલ્‍લા પંચાયત બેઠક પર ભાજપ ના  પૂષપાબેન મહેશ ભાઈ રાદડીયા ૧૨૪૮૫ મતે વિજેતા બન્‍યા છે

જામકંડોરણા તાલુકા પંચાયત જીલ્‍લા પંચાયત બેઠકો ની ચૂંટણી માં ભાજપના ઉમેદવાર વિજેતા બનતાં ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા, ભાજપના અગ્રણી ગોવિદભાઈ રાણપરીયા સહિતના અગણી ઓ એ વિજેતા ઓ ને આવકાર્યા હતા (તસવીરઃ કિશોરભાઈ રાઠોડ) 

(10:26 AM IST)