News of Sunday, 26th April 2026
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વતન પિપડીયામાં સહપરિવાર નિભાવી લોકશાહીની ફરજ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પિપડીયા ગામે મતદાન કરી ગુજરાતના મતદારોને કરી અપીલ, કહ્યું- ગામડાના વિકાસથી બનશે વિકસિત ગુજરાત

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૬ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રવિવારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત પોતાના વતન પિપડીયા ગામ ખાતે પરિવાર સાથે મતદાન કરીને નાગરિક ફરજ નિભાવી હતી.
મતદાન મથક પર પહોંચીને ઈસુદાન ગઢવીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમની સાથે પરિવારના સભ્યો પણ મતદાન માટે જોડાયા હતા.
મતદાન બાદ તેમણે જણાવ્યું કે, લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક મતદારે મતદાન કરવું જરૂરી છે. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ ગામના વિકાસની ધરી છે. તેમણે ગુજરાતના તમામ નાગરિકોને ઘરની બહાર નીકળીને મતદાન કરવા અને અન્યને પણ પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી.
પ્રદેશ પ્રમુખના વતનમાં મતદાનને લઈને પિપડીયા ગામના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
