તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
ઓખામાં ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટીનો પડકારઃ તમામ ૩૬ બેઠકો પર લડશે ચૂંટણી

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૯: ૩૫ વર્ષથી જ્યાં સતત ભાજપનું શાસન છે તે ઓખા નગરપાલિકામાં આ વખતે આમ આદમી પાર્ટીએ મોટો દાવ ખેલ્યો છે.
સંકલન બેઠકમાં આમ આદમી પાર્ટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે પાર્ટી ઓખા નગરપાલિકાની તમામ ૩૬ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે અને પૂરી તાકાતથી ચૂંટણી લડશે.
ઓખા નગરપાલિકા છેલ્લા ૩૫ વર્ષથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. અહીં સતત ભાજપ જ ચૂંટાતું આવ્યું છે. ત્યારે ખ્ખ્ભ્ દ્વારા તમામ બેઠકો પર લડવાની જાહેરાતથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
સંકલન બેઠકમાં આગામી રણનીતિ, ઉમેદવાર પસંદગી અને પ્રચારને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
