તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
મોરબીના ઘૂટું ગામની સીમમાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ.
રમકડા લઇ આપવાનું બહાનું બતાવી આરોપી સંતોષ નવલા આદિવાસી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીનાના ઘૂટું ગામની સીમમાં રહેતા પરિવારના ત્રણ વર્ષના દીકરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ સ્પેન્સરા સીરમિકા રહેતા અર્ચનાબેન રાજુભાઈ વર્માના સગીરવયના દીકરા અંતાક્ષ (ઉ.૩) ને કાયદેસરના વાલીપણામાંથી બજારમાંથી રમકડા લઇ આપવાનું બહાનું બતાવી આરોપી સંતોષ નવલા આદિવાસી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
