<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

થાનના અભેપરમાં ૩૦ વર્ષના યુવાન ભગવાનજી જેજરીયાનું હૃદય બંધ પડી જતાં મૃત્‍યુ

રાજકોટ તા. ૨૩: યુવાનોના પણ હૃદય  રોગના હુમલાથી મૃત્‍યુ થઇ રહ્યાના બનાવોમાં વધારો થયો છે. ચોટીલાના થાનગઢના અભેપર ગામે રહેતાં ભગવાનજી વિરજીભાઇ જેજરીયા (ઉ.વ.૩૦) વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ભગવાનજી  ગઇકાલે સવારે ઘરે હતો ત્‍યારે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયેલ. પરંતુ અહિ સારવામાં દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થાન પોલીસને જાણ કરી હતી. તે ત્રણ ભાઇમાં મોટો હતો અને કારખાનામાં મજૂરી કરતો હતો. સંતાનમાં એક દિકરો છે. પોલીસે મૃત્‍યુનું ચોક્કસ કારણ જાણવા થાન પોલીસે કાર્યવાહી કરી પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. યુવાન દિકરાના મૃત્‍યુથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

(10:59 AM IST)