<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ભુજની ગવર્મેન્‍ટ પોલિટેકનિક પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે એબીવીપીનું વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી-શૌચાલયમાં પાણીનો અભાવ, વર્ગખંડમાં પંખા-લાઇટ બંધ હોવાના આક્ષેપોઃ સ્‍ટાફના કથિત દબાણ ange ABVP નો આક્રોશ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૯: ગવર્મેન્‍ટ પોલિટેકનિક ભુજ ખાતે વિદ્યાર્થીઓને પડી રહેલી વિવિધ ગંભીર સમસ્‍યાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આજે વિરોધ દર્શાવવામાં આવ્‍યો હતો. કેમ્‍પસમાં પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્‍ધ ન હોવા ઉપરાંત શૌચાલયમાં પણ પાણી ન આવતું હોવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી અને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્‍યા છે. વિદ્યાર્થીઓના જણાવ્‍યા મુજબ, વર્ગખંડોમાં પંખા અને લાઇટો ચાલુ ન હોવાને કારણે ગરમી વચ્‍ચે અભ્‍યાસ કરવામાં મુશ્‍કેલી પડી રહી છે, જેના કારણે શૈક્ષણિક કામગીરી પણ પ્રભાવિત થઈ રહી છે. એક તરફ પ્રાથમિક ભૌતિક સુવિધાઓનો અભાવ છે, ત્‍યારે બીજી તરફ શૈક્ષણિક સ્‍ટાફ દ્વારા વિદ્યાર્થીઓ પર ગેરરીતે દબાણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો પણ ABVP દ્વારા કરવામાં આવ્‍યા હતા.

 આ અંગે ABVPના પ્રમુખ કાર્યકર્તા યશ જોશીએ જણાવ્‍યું હતું કે, શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને માનસિક રીતે દબાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ગંભીર છે. પાણી, વીજળી તેમજ સ્‍ટાફના કથિત ગેરવર્તનની સમસ્‍યાઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના હિતમાં આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી તેમણે ઉચ્‍ચારી હતી. ખ્‍ગ્‍સ્‍ભ્‍ દ્વારા તંત્ર સમક્ષ વિદ્યાર્થીઓને જરૂરી પાયાની સુવિધાઓ તાત્‍કાલિક ઉપલબ્‍ધ કરાવવા તેમજ સ્‍ટાફના કથિત ગેરવર્તન અંગે યોગ્‍ય તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. 

(10:33 AM IST)