News of Monday, 20th July 2026
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરના પીએ રહેલા સસ્પેન્ડ નાયબ મામલતદાર જયરાજસિંહ સામે ACBની વધુ એક ફરિયાદ
૧.૩૪ કરોડની સંપત્તિ ૫૩ ટકા થી વધુ અપ્રમાણસર હોવાનું ખુલ્યું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ર૦: સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો ખ્ઘ્ગ્ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેલમાં રહેલા જિલ્લાના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલના અંગત મદદનીશ અને હાલ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જયરાજસિંહ ઝાલા સામે આવક કરતા વધુ સંપત્તિ મામલે ACBએ નવી ફરિયાદ નોંધી છે.
ACBની તપાસમાં સામે આવ્યું છે કે જયરાજસિંહ ઝાલાના નામે કુલ ૧.૩૪ કરોડ રૂપિયાની સ્થાવર-જંગમ મિલકત છે. જેમાં જમીન, મકાન, વાહન અને બેંક બેલેન્સનો સમાવેશ થાય છે. તેમની સરકારી સેવા દરમિયાનની કાયદેસરની આવક સાથે સરખામણી કરતા ૫૩ ટકાથી વધુ એટલે અપ્રમાણસર હોવાનું ખુલ્યું છે.
આ અંગે ACBએ ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં તેમના બેંક ખાતા અને મિલકતના દસ્તાવેજોની વધુ ચકાસણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ED દ્વારા જયરાજસિંહ ઝાલાના લખતર ખાતેના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમની સામે મની લોન્ડરિંગનો ગુનો પણ નોંધાયેલો છે.અને હાલમાં તે સસ્પેન્ડ છે. હાલ પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલ પણ ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. તેમના નજીકના સહયોગી સામે સત એજન્સીઓની કાર્યવાહી થતા જિલ્લાના વહીવટી વર્તુળોમાં ચર્ચા જોર પકડી છે.સુરેન્દ્રનગર NA કૌભાંડમાં પૂર્વ કલેક્ટરના પીએ અને નાયબ મામલતદાર-વર્ગ ૩ના અધિકારી સામે ૯ વર્ષમાં રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. જે રકમ માસિક પગાર ૮૦ હજારથી સવા ગણી વધારે છે. SITની તપાસમાં જયરાજસિંહ ઝાલાએ પરિવારજનોના નામે પ્રમાણસર આવકના ૫૩ ટકા વધુ મિલકત એકત્ર કર્યાનું ખૂલ્યું છે.
લખતરના દરબારગઢ વિસ્તારમાં રહેતાં અને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં તા.૩૦-૬-૨૦૨૧થી કલેક્ટરના પીએમ તરીકે ફરજ બજાવતાં જયરાજસિંહ ઝાલાના નામે તા.૧-૪-૨૦૧૬થી તા.૨૦-૧૨-૨૦૨૫ સુધીમાં ૩,૮૮,૩૩,૬૪૯ વ્યવહારો મળ્યા હતા. જેમાંથી રૂ.૨,૫૩,૫૪,૮૨૨ રકમ કાયદેસર પગાર ભથ્થાની હોઇ બાકીની રકમ ૧,૩૪,૭૮,૮૨૭ અપ્રમાણસર મળી છે.
આમ ૯ વર્ષમાં દરેક મહિને જયરાજસિંહ પાસે રૂ.૧,૨૪,૮૦૩ ગેરકાયદે (અપ્રમાણસર) રીતે આવતાં જે હાલના પગાર રૂ.૮૦ હજારથી સવા ગણા વધારે છે. નોંધનીય છે કે, જયરાજસિંહ તા. ૩૦-૬-૨૦૨૧થી કલેક્ટરના પીએમ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. જેમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના કાર્યકાળમાં ૫૦૧ અરજી જમીન એનએ થઇ હતી.
જેમાં લાંચની રકમ સાચવવા અને ટકાવારી પ્રમાણે વિતરણ કરવાનું કામ જયરાસિંહનું હતું. આ સમગ્ર કૌભાંડનો સમયગાળો ૫ ડિસેમ્બર ૨૦૨૪થી ૨૦ ડિસેમ્બર ૨૦૨૫નો ગળવામાં આવ્યો છે. જેમાં કુલ ૮૪૨ ફાઇલ મંજૂર થઇ છે. ૩૪૧ ફાઇલમાં પણ જયરાજને લાંચ મળી હોવાનું જણાઇ આવે છે.
પૂર્વ કલેક્ટર દ્વારા નિયમીત જામીન અરજી મૂકી હતી. જેમાં ઇડીએ કહ્યું હતું કે, CLU મંજૂરી પ્રક્રિયામાં કોઈ નિર્ણય લેવાની સત્તા નહોતી, તેઓને કથિત માત્ર કસ્ટોડિયન તથા ડિસ્ટ્રીબ્યુટર તરીકે કાર્ય કરતા હતા. તેથી તેમની ધરપકડ કરવામાં આવી નહોતી.
અને હવે એ જ જયરાજસિંહ સામે ૧.૩૪ કરોડનો અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાતા ચર્ચા જાગી છે. રેડ પડતાં નાયબ મામલતરદાર ચંદ્રસિંહ મોરી સાથેની વોટ્સએપ ચેટ ડિલીટ કરી હતી. આ મામલે હવે અન્ય સામે પણ અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધાય તેવા સંકેત મળી રહ્યાં છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલે વર્ષ ૨૦૨૫ની ફેબ્રુઆરીમાં સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ઇડીની તપાસમાં તેમના કાર્યકાળમાં ચેન્જ ઓફ લેન્ડ યુઝની ૫૦૧ ફાઇલ મંજૂર થઇ છે. તેનો બીજો અર્થ એ થાય કે કુલ ૮૪૨ પૈકી અન્ય ૩૪૧ ફાઇલ ૫-૧૨-૨૦૨૪થી ફેબ્રુઆરી એટલે કે માત્ર ૩ મહિનામાં થઇ છે. જે મહિને ૧૦૦ ફાઇલ ગણી શકાય.
આ સમગ્ર મામલે તપાસ હજુ ચાલુ છે. પ્રાથમિક માહિતીના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. તમામ તથ્યો અને પુરાવાઓની ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તપાસમાં હજુ સમય લાગી શકે છે. તપાસના ભાગરૂપે પોલીસની ટીમ લખતર ખાતે આવેલા નિવાસસ્થાને પણ પહોંચી હતી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. - તેમ પી.કે.પટેલ, તપાસ અધિકારી, એસીબી, પીઆઈ,સુરેન્દ્રનગર)એ જણાવ્યું છે.
ACBના અધિકારીઓએ જણાવ્યું કે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કોઈપણ અધિકારીને બક્ષવામાં આવશે નહીં
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
