તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 25th June 2026
સુરેન્દ્રનગરમા એસીબીની સફળ ટ્રેપ: સિક્યોરિટી સુપરવાઇઝર રૂા. 2,000 લેતા રંગે હાથ ઝડપાયો
ટીબી હોસ્પિટલના પટાવાળા અને JK સિક્યોરિટીના સુપરવાઇઝરે ગાર્ડ પાસે હાજરી માટે લાંચ માંગી'તી : જેલચોક ખાતે લાંચ લેતા પકડાયો : એસીબીએ સમગ્ર રકમ રિકવર કરી

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૨૫ : સુરેન્દ્રનગર એન્ટી કરપ્શન બ્યુરો ACB દ્વારા આજે એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયો સરકારી કર્મચારીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
આ કેસમાં ફરિયાદી એક જાગૃત નાગરિક અને JK સિક્યોરિટી એજન્સી રાજકોટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ફરિયાદીની નોકરીમાં નિયમિત હાજરી પુરવા અને ખોટી રીતે હેરાન નહીં કરવા માટે આરોપી વિનોદ કિશોરભાઇ પરમાર, ઉ.વ.39, ધંધો: TB હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં પટાવાળા તથા JK સિક્યોરિટી એજન્સીના સિક્યોરિટી સુપરવાઇઝરે રૂા. 2,000ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા, જેથી તેમણે સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે આજે એસીબી દ્વારા જય ભવાની જવેલર્સની સામે, જેલચોક, સુરેન્દ્રનગર ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદી આરોપીને મળ્યા અને હેતુલક્ષી વાતચીત દરમિયાન આરોપીએ રૂા. 2,000ની લાંચની રકમ સ્વીકારી હતી. તરત જ એસીબીની ટીમે આરોપીને લાંચની સમગ્ર રકમ રૂા. 2,000 સાથે રંગે હાથ પકડી લીધો હતો.
આરોપી વિનોદ પરમાર, રહે. દશામાના મંદિર પાસે, વાલ્મીકી વાસ, રતનપર, સુરેન્દ્રનગર સામે ગુનાહિત ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ટ્રેપ એ.વી. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એસીબી પો.સ્ટે. સુરેન્દ્રનગર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. સુપરવિઝન જે.ડી. મેવાડા, મદનીશ નિયામક, એસીબી રાજકોટ એકમ અને ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એસીબી રાજકોટના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી થઈ હતી.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
