તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
ગીર સોમનાથના ઉનામાં એસીબીની સફળ ટ્રેપ : હેડ કોન્સ્ટેબલ ધીરૂભાઇ બાંભણીયા અને વચેટીયા દિનેશભાઇ બાકીયા સામે લાંચ કેસમાં ગુનો દાખલ
ટ્રેક્ટર દીઠ માસિક લાંચ માંગનાર ઉના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને પ્રજાજન રૂ. ૨,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા : એસીબી પીઆઈ બી.કે. ગમાર અને ટીમની સફળ કાર્યવાહી

ઉના : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દમાસા ગામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી) ની ટીમ દ્વારા એક સફળ ટ્રેપ કરવામાં આવી છે. પથ્થરના ટ્રેક્ટરો સહેલાઈથી ચલાવવા દેવા બદલ ગેરકાયદેસર રીતે લાંચ માંગવાના પ્રકરણમાં ઉના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધીરૂભાઇ ચીથડભાઇ બાંભણીયા અને લાંચ સ્વીકારનાર પ્રજાજન દિનેશભાઇ નાથુભાઇ બાકીયા વિરુદ્ધ એસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાંચ માંગણી અને એસીબીના છટકાની વિગતો:
ફરીયાદીના દમાસા ગામથી પથ્થરના ટ્રેક્ટરો આજુબાજુના ગામોમાં ફેરા કરતા હતા અને સોમનાથ-ભાવનગર હાઈવે પર ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રેક્ટરો રોકીને હેરાનગતિ કરવામાં આવતી હતી. આ બાબતનો લાભ લઈને આરોપી નં. (૧) હેડ કોન્સ્ટેબલ ધીરૂભાઇ ચીથડભાઇ બાંભણીયાએ બે માસના બે ટ્રેક્ટરના બદલામાં રૂ. ૫,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. અગાઉ લાંચના છટકા પૂર્વે આ હેડ કોન્સ્ટેબલે ફરિયાદી પાસેથી રૂ. ૩,૦૦૦/- મેળવી લીધા હતા અને બાકીના રૂ. ૬,૦૦૦ પૈકી રૂ. ૨,૦૦૦/- ની લાંચ આરોપી નં. (૨) દિનેશભાઇ નાથુભાઇ બાકીયાને આપવા માટે જણાવ્યું હતું.
આ લાંચની માંગણી અંગે એક જાગૃત નાગરિક દ્વારા એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોરબંદર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ગમાર તથા તેમની ટીમ દ્વારા દમાસા ખાતે લાંચનું છટકું (ટ્રેપ) ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી દિનેશભાઇ નાથુભાઇ બાકીયા ફરિયાદી પાસેથી રૂ. ૨,૦૦૦/- ની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો, જ્યારે મુખ્ય આરોપી એવા હેડ કોન્સ્ટેબલ ધીરૂભાઇ ચીથડભાઇ બાંભણીયા ટ્રેપ દરમિયાન મળી આવ્યા ન હતા. એસીબી દ્વારા આ માەલે વધુ તપાસ ચાલુ છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
