<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

ઉપલેટા નજીક મોટી પાનેલી ગામ પાસે 2 બસ વચ્ચે અકસ્માત: એક વ્યક્તિનું મોત :9 લોકો ઈજાગ્રસ્ત: ડ્રાઈવર-કન્ડકટર ગંભીર

જામનગર-ઉના રૂટની એસટી બસ સાથે તુલસી ટ્રાવેલ્સની બસ અથડાઈ: 62 વર્ષીય માલતીબેન જોગીનું ઘટના સ્થળે મોત

રાજકોટના ઉપલેટા નજીક મોટી પાનેલી ગામ પાસે 2 બસ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું કરૂણમોત નીપજ્યું છે જયારે અન્ય 9 લોકોને ઇજા પહોંચી છે ,એસટી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ સીદસર રોડ પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જામનગર-ઉના રૂટની એસટી બસ સાથે તુલસી ટ્રાવેલ્સની બસ અથડાઈ હતી આ  અકસમાતમાં 9 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા . 62 વર્ષીય માલતીબેન જોગીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઈજાગ્રસ્તોને ઉપલેટા હોસ્પિટલ ખસેડાયા છે . એસટી બસ ડ્રાઈવર અને કંડક્ટર ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. બંનેને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાયા છે

(5:37 PM IST)