<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

કેશોદના કેવદ્રા પાસે કાર, મોપેડ વચ્‍ચે અકસ્‍માત, વૃદ્ધનું મોત

મૃતક વાડીએથી ઘરે જતા હતા ત્‍યારે ગામ નજીક જીવ ગુમાવ્‍યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૦: કેશોદ તાલુકાના કેવદ્રાના જીવનભાઈ રામજીભાઈ નનાણીયા ઉ. વ. ૬૪ નામના વળધ્‍ધ ૧૮ જુલાઈના રોજ સાંજના પોતાની જીજે ૧૧ એએમ ૨૪૨૬ નંબરની મોપેડ લઈને વાડીએથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કેવદ્રા ચોકડી પાસે નેશનલ હાઈવે રોડ પર જીજે ૦૩ પીજે ૨૩૭૦ નંબરની ટાટા ટીયાગો કારના ચાલકે માનવ ચલાવી મોપેડને પાછળથી ટક્કર મારી હતી. 

આ અકસ્‍માતથી જીવનભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા ખોપરી ફાટી ગઈ હતી અને ડાબા હાથની કોણીમાં ફ્રેક્‍ચર થયું હતું. અકસ્‍માત બાદ ઈજાગ્રસ્‍ત વળદ્ધને તાત્‍કાલિક ૧૦૮ મારફતે કેશોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં ફરજ પરના તબીબોએ તેમને મળત જાહેર કર્યા હતા.

અકસ્‍માત અંગે કેશોદ પોલીસે મળતકના પુત્ર ભરતભાઈની ફરિયાદ આધારે કાર ચાલક સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.(

(11:18 AM IST)