તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
કચ્છમાં અકસ્માત અને આપઘાતની વણઝાર: 24 કલાકમાં 4 અલગ-અલગ ઘટના, ઊંટની લડાઈમાં ગઢશીશાના અગ્રણીનું મોત, માંડવી-ભુજમાં બે આપઘાત
માંડવીમાં 22 વર્ષીય યુવકનો ગળેફાંસો, ભુજમાં આધેડની ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા, ભચાઉ હાઇવે પર કાર-ટ્રક ટક્કરમાં 1નું મોત, ગઢશીશામાં બેકાબૂ ઊંટ વચ્ચે આવી જતા 55 વર્ષીય વાલજી આહીરનું ઘટનાસ્થળે જ મોત, પોલીસે તપાસ હાથ ધરી

ભુજ : કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અકસ્માત અને આપઘાતની ચાર અલગ-અલગ ઘટનાઓ સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. માંડવી તાલુકાના ગઢશીશા ગામે બનેલી વિચિત્ર ઘટનામાં બે ઊંટ વચ્ચેની લડાઈમાં ગામના સામાજિક અગ્રણી વાલજી રામા આહીર (ઉ.વ. 55) નું મોત નીપજ્યું છે. શુક્રવારે સાંજે વાલજીભાઈ પોતાના ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં બે બેકાબૂ ઊંટ લડી રહ્યા હતા. તેઓ વચ્ચે આવી જતા એક ઊંટે તેમને જોરથી ફંગોળ્યા હતા, જેથી માથામાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.
બીજી ઘટનામાં માંડવી શહેરમાં 22 વર્ષીય યુવક સુનીલ ગઢવીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. જ્યારે ભુજ રેલવે સ્ટેશન નજીક 48 વર્ષીય આધેડે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. તેમની ઓળખ હજુ થઈ શકી નથી.
આ ઉપરાંત ભચાઉ-સામખિયાળી હાઇવે પર શુક્રવારે મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં કારચાલક યુવાનનું મોત નીપજ્યું છે. પોલીસે તમામ ઘટનાઓમાં અકસ્માત મોતના ગુના નોંધી તપાસ હાથ ધરી છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
