તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 31st July 2026
લાલપુર પોલીસ સ્ટેશનના સગીરા ઉપરના દુષ્કર્મના ગુનામાં પકડાયેલ આરોપીને ર૦ વર્ષની સજા ફરમાવતી કોર્ટ

લાલપુર તા. ૩૧ :.. નવા કાયદા મુજબ લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીર બાળાના ભાઇને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી છે.
લાલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા સને-૨૦૨૩ની કલમ-૬૪(૨),એમ,૩૫૧(૩) તથા પોક્સો એક્ટ કલમ-૪,૬ મુજબના ગુન્હો નોંધાયેલ હોય જે ગુન્હા કામે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની જામનગરનાઓએ જામનગર જીલ્લામાં મહિલા અને બાળાઓ ઉપર થતા અત્યાચારના ગુન્હાઓમાં ઝડપી ચાર્જશીટ કરી પ્રોસીકયુશન ચલાવવા સુચના અને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે લાલપુર વિભાગ,લાલપુરના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાની સુચના અને માર્ગદર્શન આધારે લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ.ગળચર તથા લાલપુર પોલીસ સ્ટાફ દ્રારા સદર ગુન્હાની સચોટ તપાસ કરી પુરતા પુરાવાઓ સાથે નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા સ્પે.પોક્સો કેસ સેશન્સ કોર્ટ,જામનગર ખાતે સરકારી વકિલ ભારતીબેન વી.વાદી નાઓએ સરકાર તરફે દલીલો અને રજુઆતોને ધ્યાને લઇ પ્રોસીકયુશનના અંતે કોર્ટએ દુષ્કર્મ આચરનાર આરોપી મહેન્દ્ર સ/ઓ. વિઠ્ઠલભાઇ શામજીભાઇ સોનગરાને ૨૦ વર્ષની કેદની સજા ફટકારેલ છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
