<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ

માનસિક અસ્વસ્થ હોય તે બાબતનો ગેરલાભ ઉઠાવીને ટીંબડી નજીકથી અપહરણ કરી અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની માનસિક અસ્વસ્થ દીકરીને હવસખોર શખ્સે હવસનો શિકાર બનાવી હતી. અને તેણીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.


મોરબીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી માનસિક અસ્વસ્થ હોય તે બાબતનો ગેરલાભ ઉઠાવીને એક શખ્સ દ્વારા તેનું ટીંબડી નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા સંજય મનુભાઈ સુરેલા (રહે. ટિંબડી વાળા) ની સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયા અને તેની ટિમ દ્વારા આરોપી સંજય મનજીભાઇ સુરેલા (32) (રહે. હાલમાં રાજ હોટલ પાસે ટિંબડી નજીક મૂળ રહે જીંજુડા મોરબી વાળા) ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

(1:09 AM IST)