<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

પોરબંદરમાં ધોળે દિવસે મકાનમાંથી પોણા લાખની ચોરી કરી જનાર આરોપી ઝડપાયો

કબાટના લોકર તોડીને ૬૭૦૦પ ની રોકડ અને ચાંદીના દાગીના કિ. ૭૯૦૦ તેમજ મોબાઇલ ફોન સહિત માલમતા ઉઠાવી ગયો હતો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૬: ખારવાવાડમાં બપોરના સમયે મકાનમાં કબાટના લોકર તોડીને પોણા લાખની રોકડ અને ચાંદીના દાગીના સહિત માલમતા ઉઠવી જનાર નીલેશ દેવજીભાઇ ને પોલીસે પકડીને ચોરીનો ભેદ ઉકેલી નાખ્‍યો છે.

ખારવાડવાડમાં કબાટના લોકરનું તાળુ તોડી લોકરમાં રાખેલ રોકડ રૂ.૬૭૦૦/- તથા ચાંદીના દાગીના કી.રૂ.૭૯૦૦ તથા સેટી પાસેના સ્‍ટેન્‍ડ ઉપર રાખેલ એરબડ્‍સ નંગ ૩ તથા નેકબેન્‍ડ ૦૧ તથા રીયલમી કંપનીનો એન્‍ડ્રોઇડ મોબાઇલ નંગ ૧ કી.રૂ.૬૪૦૦ મળી કુલ કી.રૂ.૮૧૩૦૫/-ની ચોરીની તપાસ દરમીયાન પોલીસ ઈન્‍સપેક્‍ટર કે.વી.પરમાર ના માર્ગદર્શન અને શહબરી હેઠળ સર્વેલન્‍સ સ્‍ટાફ પો.સબ ઇન્‍સ. એમ. પી. મોરી તથા સર્વેલન્‍સ સ્‍ટાફના દ્વારા એએસઆઇ બી.એસ. ચાંડપા તથા એપીસી હોથી અરજણભાઇ તથા એપીસી પુષ્‍પરાજસિંહ દેવેન્‍દ્રસિંહને બાતમી મુજબ નિલેષ દેવજીભાઇ ગોહેલ ઉ.વ.૪૧ રહે.ખારવાવાડ પંચહારડી ભુવાનવાળી શેરી પોસાસ્‍વાળા પાસેથી એક કાળા કલરનું પ્‍લાસ્‍ટીકનુ ઝબલુ મળી આવેલ જે ઝબલુ ચેક કરતા તેમાં અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂ.૪૦૦૪૦/- તથા પરચુરણ સીક્કા તથા એક રીઅલમી કંપનીનો મોબાઇલ તથા ત્રણ ઇયરબડસ તથા એક નેકબેન્‍ડ તથા બે ચાંદીની વીંટીઓ વિગેરે પરચુરણ વસ્‍તુઓ મળી આવેલ આરોપી નીલેશને કીર્તિમંદિર પો.સ્‍ટે. લઇ આવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ચોરીનો ભેદ ઉકેલવા પીઆઇ  કે.વી.પરમાર, એપીસી હોથીભાઈ અરજણભાઈ, પીએસઆઇ એમ.પી.મોરી, એપીસી જય રમેશભાઇ, એએસઆઇ બી.એસ.ચાંડપા, એપીસી પુષ્‍પરાજસિંહ દેવેન્‍દ્રસિંહ, યુએચસી  કે.એમ.શીગરખીયા તથા કોન્‍સ. કીર્તિબેન ભરતભાઈ એ કામગીરી કરી હતી.

(11:58 AM IST)