News of Friday, 26th June 2026
જામનગરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો સહિતના મુદામાલ સાથે આરોપીને ઝડપી લેતી એલસીબી
અંબર ચોકડી ગીતા લોજ પાસેથી આરોપીને દારૂની બાટલો તથા મો.ફોન.તથા મો.સા.મળી કુલ કિ.રૂ. ૭૧,૧૨૮/- ના મુદામાલ સાથે ઝડપી લેવાયો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓએ જામનગર જીલ્લામા દારૂ જુગારના કેશો કરવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામા દારૂ જુગારના કેશો કરવા અંગે એલ.સી.બી. ના પો.ઇન્સ.ને સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.બી.ચૌઘરીનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો એ દારૂ જુગારના કેશો સોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા, તથા અજયભાઈ વીરડાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમા અંબર ચોકડી ગીતાલોજ પાસે રોડ ઉપર સમન્દરસિંહ ભરતસિંહ ગુજજર (ઉ.વ.૩૧ ) ધંધો મજુરી (રહે. ૨૪૪-મોહનપુરાગામ વિસ્તાર ડીઢોરી કી ઢાણી તા.ટોડાભીમ જી.કરોલી રાજસ્થાન વાળો) એકટીવા રજી નં-જી.જે.૧૦ બી.એન.૧૧૦૧ મા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૩૨ કિ.રૂ.૧૬,૧૨૮/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-તથા મો.સા.કિ.રૂ.૫૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૭૧, ૧૨૮/-ના મુદામાલ સાથે મળી આવતા પોલીસ કોન્સ ભયપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ સુમીતભાઈ શીયારએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દારૂનો જથ્થો સપ્લાયર ધીરુ પ્રકાશભાઈ ગુજજર (રહે.જયપુર દેસાઇચોક રાજસ્થાન વાળા) ને પકડવાની કાર્યવાહી ચાલુ છે
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, નાનજીભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, શરદભાઇ પરમાર, ધનશ્યામભાઈ ડેરવાળીયા, ભરતભાઈ ડાંગર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, ધમેન્દ્રસિંહ જાડેજા, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા,, યુવરાજસિંહ ઝાલા, સુમીતભાઈ શીયાર, કિશોરભાઈ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ભયપાલિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
