News of Friday, 20th November 2026
મોરબીમાં ૪૮.૧૪ લાખની ઠગાઈનો એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.
લોભામણી લાલચ આપી રોકાણ કરાવી આશરે ૪૮ લાખ ૧૪ હજાર રૂપિયાની ઠગાઈ આચરવાના ગુનામાં આરોપીને મોરબી સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ઝડપી પાડ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : લોભામણી લાલચ આપી રોકાણ કરાવી આશરે ૪૮ લાખ ૧૪ હજાર રૂપિયાની ઠગાઈ આચરવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વર્ષ ૨૦૨૫ના આશરે ૪૮ લાખ ૧૪ હજાર રૂપિયાની ઠગાઈના ગુનામાં ફરાર આરોપી નૈસલકુમાર હિંમતભાઈ મિસ્ત્રી ઉર્ફે અજય ઉર્ફે આનંદ (ઉંમર ૩૮ વર્ષ, ધંધો ફર્નિચર મજૂરી) ઓઢવ વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમે ઓઢવ પાસેથી આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. પકડાયેલ આરોપી મૂળ સાબરકાંઠા જિલ્લાના તલોદનો રહેવાસી છે અને હાલ અમદાવાદના ગતરાળ રોડ ખાતે ભાડેથી રહેતો હતો.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
