તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
લૂંટ જેવા ગંભીર ગુન્હાનો છેલ્લા આઠ મહિનાથી ફરાર આરોપીને દેવભૂમિ દ્વારકાની એસઓજીએ ઝડપી લીધો
જામ ખંભાળીયા, વાય.કે.જી.એન. સોસાયટી પાસે આવેલ દારૂલ ઉલમ મદ્રેશા પાસે જતા રોડ ઉપરથી આરોપી ફેઝાન ઉર્ફે ડાડોને દબોચી લેવાયો

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રે તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાનાઓએ દ્વારા લુંટ તથા ધાડ જેવા ગંભીર પ્રકારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે કાર્યવાહી કરવા વીએ. રાણા, પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા તથા ડી.એ.વાળા, પોલીસ સબ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકાનાઓને જરૂરી સુચના આપવામાં આવેલ.
જે અનુસંધાને તારીખ.૧૧/૦૫/૨૦૨૬ના કલાક.૧૫/૦૦ વાગ્યાથી પો.સબ ઇન્સ. ડી.એ. વાળા તથા એસ.ઓ.જી. સ્ટાફના આસી. સબ ઇન્સ વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, પોલીસ કોન્સ વિજયસિંહ ઘેલુભા જાડેજા, કૃષ્ણરાજસિંહ દિગુભા જાડેજા ખાનગી વાહનોમાં જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જામ ખંભાળીયા વાય.કે.જી.એન. સોસાયટી પાસે પહોંચતા સાથેના આસી. સબ ઇન્સ.વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, પોલીસ કોન્સ વિજયસિંહ ઘેલુભા જાડેજા, કૃષ્ણરાજસિંહ દિગુભા જાડેજા નાઓને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જામ ખંભાળીયા શિરેશ્વર મહાદેવના લોકમેળામાં લુંટ કરનાર (જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૪૨૫૧૩૧૮/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ.૩૧૦(૨), ૩૫૨, ૧૧૫(૨), ૩૫૧(૩) મુજબના કામેનો) આરોપી ફેઝાન ઉર્ફે ડાડો હુશેનભાઇ મજગુલ ( રહે.શિવમ સોસાયટી, જામ ખંભાળીયા ) જે છેલ્લા આઠેક મહિનાથી ભાગતો ફરે છે તે હાલ દારૂલ ઉલમ મદ્રેશાની બાજુમાં રોડ ઉપર ઉભેલ છે તેવી ચોક્કસ હકીકત મળતા પંચો સાથે જામ ખંભાળીયા, વાય.કે.જી.એન. સોસાયટી પાસે આવેલ દારૂલ ઉલમ મદ્રેશા પાસે જતા રોડ ઉપર જઇ ત્યાં તપાસ કરતા ઉપરોક્ત નામ વાળો ઇસમ મળી આવેલ તેનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ ફેઝાન ઉર્ફે ડાડો સ.ઓફ હુશેનભાઇ સિદુભાઇ મજગુલ, મુસ્લિમ સિદી, (ઉં.વ.૨૦), ધંધો મજુરી(રહે.શિવમ સોસાયટી, ખામનાથ મંદિરની પાસે, જામ ખંભાળીયા શહેર, તા.જામ ખંભાળીયા, જિલ્લો દેવભૂમિ દ્વારકાવાળો) હોવાનું જણાવેલ. મજકુરની ગુન્હા સબંધે પુછપરછ કરતા પોતે ઉપરોક્ત ગુન્હો કરેલ હોવાની કેફીયત આપેલ તેમજ ગુન્હો કરીને પોલીસ ધરપકડથી બચવા સારૂં મજકુર નાસતો ફરતો હોવાનું જણાવેલ હોય જેથી આજરોજ આરોપી મળી આવતા મજકુરને ઉપરોક્ત ગુન્હાના કામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૩૫(૧)(જે) મુજબ પંચનામાની વિગતે કલાક.૧૮/૩૦ વાગ્યે ધોરણસર અટક કર્યા અંગે જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી, આરોપીને આગળની તપાસ કાર્યવાહી સારૂ જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) ફેઝાન ઉર્ફે ડાડો સ.ઓફ હુશેનભાઇ સિદુભાઇ મજગુલ, મુસ્લિમ સિદી, (ઉં.વ.૨૦,) ધંધો મજુરી, (રહે શિવમ સોસાયટી, ખામનાથ મંદિરની પાસે, જામ ખંભાળીયા શહેર, તા.જામ ખંભાળીયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા)
આરોપી વિરૂધ્ધ નોંધાયેલ અન્ય ગુન્હાઓની વિગત :-
(૧) જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૪૨૫૧૩૧૮/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા.૨૦૨૩ની કલમ.૩૧૦(૨), ૩૫૨, ૧૧૫(૨), ૩૫૧(૩) મુજબ
કામગીરી કરનાર ટીમ :-
(૧) શ્રી વી.એ. રાણા, પોલીસ ઈન્સપેકટર, ઈન્ચા સ્પેશ્યલ ઓપરેશન ગૃપ, દેવભૂમિ દ્વારકા
(૨) શ્રી ડી.એ.વાળા, પોલીસ સબ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા
(૩) શ્રી વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, એ.એસ.આઇ. એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા
(૪) શ્રી હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, એ.એસ.આઇ. એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા
(૫) શ્રી પૃથ્વીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પોલીસ હેડ કોન્સ.,એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા
(૬) શ્રી નિર્મલભાઇ ભરતભાઇ આંબલીયા, પોલીસ હેડ કોન્સ.,એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૭) શ્રી વિજયસિંહ ઘેલુભા જાડેજા, પોલીસ કોન્સ. એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા
(૮) શ્રી કૃષ્ણરાજસિંહ દિગુભા જાડેજા, પોલીસ કોન્સ. એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા
(૯) શ્રી જગદિશભાઈ લાખાભાઈ કરમુર, પોલીસ કોન્સ., એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
