હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વુધ્ધ મહીલાના ઘરમા ચોરી કરનાર આરોપીને સોનાના દાગીના, રીક્ષા વિગેરે મળી રૂ.4 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લેતી જામનગર-એલ.સી.બી
કબાટમાં રહેલ પ્લાસ્ટીકના ડબ્બામાં રાખેલ સોનાના દાગીના ની ચોરી કરી હતી

જામનગર : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓએ જામનગર જીલ્લામા બનેલ અન ડીટેકટ ગુન્હા શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાં દાખલ થયેલ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે એલ.સી.બી. ના પો.ઇન્સ.ને સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.બી.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોરીઓ ડીટેકટ કરવા સીસીટીવી ફુટેજ ચેક કરી, ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી જરૂરી વર્ક આઉટ કરવામાં આવેલ હતું
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના સુમીતભાઈ શિયાર તથા અજયભાઈ વીરડા તથા ભયપાલસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમા વીકટોરીયા પુલ નીચેથી નીચે જણાવેલ નામવાળા શખ્શોએ જામ સીટી બી ડીવી પો.સ્ટે. વિસ્તારમા તા-૨૪/૦૩/૨૦૨૬ કલાક-૧૦/૩૦ વાગ્યા ની આસ-પાસ જામનગર શહેરમા પટેલ કોલોની શેરી નં.૧૧ રોડ નં.૦૩ પ્લોટ નં.૧/એ/એ, નહેરૂનગર ખાતે બનેલ છે. સદરહુ ગુનાના ફરીયાદી વિણાબેન વા/ઓફ દિલીપકુમાર ભરવાડા જાતે-જૈનવાણીયા ઉ.વ.૭૪ ધંધો-નિવ્રુત રહે-પટેલ કોલોની શેરી નં.૧૧ રોડ નં.૦૩ પ્લોટ નં.૧/એ/એ, નહેરૂનગર, જામનગર વાળા એ જાહેર કરેલ છે કે પોતાના ઘરની બાહર શેરી માં બેસેલ હોય ત્યારે જાફરભાઈ રીક્ષાવાળો તથા બે અજાણ્યા ચોર એ આ કામના ફરીયાદીને વિધવા સહાયનુ ખાતુ બંધ થઇ ગયેલ હોય અને નવુ ખાતુ ખોલી ચેક આપવાનુ કહી ફરિયાદીને ચેક આપેલ અને શકદાર આરોપી જાફરભાઈ ફરીયાદીની જાણ બહાર તેમના મકાન ગુપ્ત ગૃહ અપ્રવેશ કરી કબાટમાં રહેલ પ્લાસ્ટીકના ડબ્બામાં રાખેલ સોનાના દાગીના ની ચોરી કરી હોય જેથી તે ગુન્હના મુદામાલ સાથે પો.સ.ઇ. એમ.વી.ભાટીયા એ પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ (૧) જાફરભાઈ સ/ઓ સિદ્દીકભાઈ નુરમામદભાઈ જુણેજા જાતે સંધી ઉંમર વર્ષ ૨૯ ધંધો રીક્ષા ડ્રાઇવિંગ રહેવાસી ખોજાનાકા અંદર ટીટોડી વાળી મદીના મસ્જિદ સામે જામનગર
પકડવાના બાકી આરોપીઓ (૧) મહમદહુશેન ઉર્ફ મુનો સીદીકભાઈ જુણેજા રહે.હર્ષદમીલની ચાલી અંદર જામનગર
(૨) ફાહીદ અલીભાઇ માકડીયા રહે.સોઢાવાળી બાપા સેઠનો વાળો જામનગર
કબ્જે કરેલ મુદામાલ ૧) સોનાની બંગડી જોડી-૧ (નંગ-૨) વજન આશરે ૧૯ ગ્રામ ૮૭૦ મીલી ગ્રામ આશરે કિ.રૂ.૨,૨૬,૨૦૦/-
૨) સોનાની કાનમા પહેરવાની સર નંગ-૨ વજન આશરે ૫ ગ્રામ ૨૫૦ મીલી ગ્રામ કિ.રૂ. ૪૨,૦૦૦/-
૩) ગુન્હામા ઉપયોગ કરેલ વાસ્પા રીક્ષા નં- જી.જે.૧૩ એ.વી.૧૫૮૨ કિ.રૂ.૧,૫૦,૦૦૦/-
કુલ મુદામાલ કિ.રૂ.૪,૧૮,૨૦૦/-
શોધી કાઢેલ ગુનાઓ (૧) જામ સીટી બી ડીવી પો.સ્ટે.ભાગ અ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૯૨૬૧૪૪૫/૨૦૨૬ ગુન્હો ભારતીય ન્યાય સહીતા.-૨૦૨૩ ની કલમ-૩૩૧(૩),૩૦૫(એ), ૫૪ મુજબ
મજકુર આરોપીનો ગુનાહિત ઇતિહાસ
(૧) જામ સીટી એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૭૫/૨૦૧૪ ઈ.પી.કો.કલમ ૩૨૪,૩૨૩,૧૧૪ મુજબ
(૨) જામ સીટી એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૫૨/૨૦૧૮ ઈ.પી.કો.કલમ ૫૦૪,૫૦૬ વિગરે મુજબ
(૩) જામ સીટી એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૬૪/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૦૨,૨૦૧ વિગરે મુજબ
(૪) જામ સીટી એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૪૨૧/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૧૮૬,૫૦૬ (૨) વિગરે મુજબ
(૫) જામ સીટી એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ૨૨૨૮/૨૦૨૫ જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબ
(૬) જામ સીટી બી ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૯૨/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ વિગરે મુજબ
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, અરજણભાઇ કોડીયાતર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઈ ડાંગર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ધમેન્દ્રસિંહ જાડેજા, ભયપાલિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઈ વીરડા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
