<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

છેલ્લા ૮ વર્ષથી મેઘપર (પડાણા)ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને લોઠીયા પાટીયા ગામના પાટીયા પાસેથી પકડી પાડતી લાલપુર પોલીસ જી.જામનગર

બાતમીના આધારે લોઠીયા ગામના પાટીયા પાસે ઉભેલ આરોપીને હસ્તગત કરી લઈ લાલપુર પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓએ સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી જામનગર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની  (IPS)  નાઓ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગ,લાલપુર પ્રતિભા (IPS)  નાઓના માર્ગદર્શન મુજબ લાલપુર ડિવિઝનમાં જુદાજુદા પોલીસ સ્ટેશનમાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી એક ટીમ બનાવી મધ્ય પ્રદેશ રાજ્યના નાસતા ફરતા આરોપીઓની શોધખોળ માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.  

લાલપુર પોલીસ સ્ટેશન પો.ઈન્સ.  કે.એલ.ગળચરનાઓની સુચના મુજબ લાલપુર પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. એસ.પી.ગોહિલનાઓ તેમજ પો.હેડ કોન્સ. જયપાલસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. લક્ષ્મણભાઈ મંગાભાઈ સરસીયા તથા પો.કોન્સ. દિવ્યેશભાઈ રાજશીભાઈ ભીંભા નાઓની  હ્મુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસસ આધારે હકિકત મળેલ કે, જામનગર જીલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નં.૫૦/૨૦૧૮ ઈ.પી.કો.કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૧૪ મુજબના ગુન્હાના આરોપી લાસુ સન/ઓફ લાલુભાઇ ડામોર રહે.આંબલી ફળીયુ ભુત બરડાગામ તા.રાણાપુર જી.જાબુઆ રાજ્ય.મધ્ય પ્રદેશ વાળો છેલ્લા ૦૮ વર્ષથી નાસતો ફરતો હોય અને સદરહું આરોપી હાલ લોઠીયા ગામના પાટીયા પાસે ઉભેલ હોય જેથી સદરહુ આરોપીને લોઠીયા ગામના પાટીયા પાસે થી હસ્તગત કરી લઈ લાલપુર પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે સોપી ધોરણસર કાર્યવાહી કરેલ છે.   

પકડાયેલ આરોપી

(૧) લાસુ સન/ઓફ લાલુભાઇ ડામોર જાતે.આદિવાસી ઉ.વ.૩૬ ધંધો.મજુરી રહે.આંબલી ફળીયુ ભુત બરડાગામ તા.રાણાપુર જી.જાબુઆ રાજ્ય.મધ્ય પ્રદેશ

પકડાયેલ આરોપીના ગુન્હા

મેઘપર (પડાણા) પો.સ્ટે. (૧)ફ.ગુ.ર.નં.૫૦/૨૦૧૮ ઈ.પી.કો.કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૧૪ મુજબ

                      

 

 

 

                    આ કામગીરી લાલપુર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.  કે.એલ.ગળચર  તથા પો.સબ ઇન્સ એસ.પી.ગોહિલ તથા લાલપુર પોલીસ સ્ટેશન સ્ટાફના પો.હેડ કોન્સ. જયપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ.લક્ષ્મણભાઈ મંગાભાઈ સરસીયા તથા પો.કોન્સ. દિવ્યેશભાઈ રાજશીભાઈ ભીંભા દ્રારા કરવામાં આવેલ છે.

(11:20 PM IST)