<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

છેલ્લા પાંચ વર્ષથી બે ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઉત્તરપ્રદેશથી પકડી લેતી જામનગર સીટી એ ડિવિઝનની સર્વેલન્સ ટીમ

આરોપીને ઉતરપ્રદેશથી જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. ખાતે લાવી તેમને પો.હેડ.કોન્સ. વીપુલભાઇ જગદીશભાઇ સોનગરાએ ગુન્હાના કામે ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ, નિર્લિપ્ત રાય (IPS) નાઓએ જામનગર શહેરના ગુન્હામા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોય, જેથી જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓની તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિહ એન.ઝાલાનાઓની સુચના મુજબ,

જામનગર સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એમ.ગઢવીના માર્ગદશન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.કોન્સ. રાજેન્દ્રસિહ ધનશ્યામસિહ ડોડીયા તથા પો.હેડ.કોન્સ. વિપુલભાઇ જગદીશભાઇ સોનગરા નાઓને હ્યુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસના આધારે હકીકત મળેલ કે જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૨૦૦૮૨૩૧૩૧૬/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૮૧ મુજબ તથા જામનગર સીટી બી ડીવી.પો.સ્ટે.ના ગુ.૨.ન ૧૧૨૦૨૦૦૯૨૧૦૯૪૭/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૯૮(૨),૮૧ મુજબના કામેના નાશતા ફરતા આરોપી સુભાષચન્દ્ર રામઅવતાર સુનેરીયા( રહે. બુધેલા ગામ તા.જી.ઇટાવા રાજય ઉતરપ્રદેશ વાળા )હાલ તેમના ગામ બુધેલા ગામ ખાતે હાજર હોય તેવી હકીકતના આધારે જામનગર પોલીસ અધિક્ષક સાહેબની રાજય બહાર ઉતરપ્રદેશ જવાની મંજુરી લઇ તપાસ કરતા આરોપી સુભાષચન્દ્ર રામઅવતાર સુનેરીયા જાતે યાદવ ઉ.વ પર ધંધો દુધનો (રહે. બુધેલા ગામ તા.જી.ઇટાવા રાજય ઉતરપ્રદેશ વાળો ) હાજર મળી આવેલ હોય અને મજકુર આરોપીને ઉતરપ્રદેશથી જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. ખાતે લાવી તેમને પો.હેડ.કોન્સ. વીપુલભાઇ જગદીશભાઇ સોનગરાએ ઉપરોકત ગુન્હાના કામે ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

  આ સારી કામગીરી પોલીસ ઇન્સ. એન.એમ.ગઢવી તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિહ ખુમાનસિંહ ઝાલા તથા મહીપાલસિહ મયુરસિહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા વિપુલભાઇ જગદીશભાઇ સોનગરા મહેશભાઇ ધુડાભાઇ મોરી તથા હરપાલસિહ ભરતસિંહ પરમાર તથા પો.કોન્સ. રાજેન્દ્રસિંહ ધનશ્યામસિહ ડોડીયા દ્વારા કરવામા આવેલ છે.

(1:04 AM IST)