News of Tuesday, 3rd November 2026
મોરબીમાં મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકને અડચણરૂપ રર કાર ચાલકો સામે કાર્યવાહી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૩: મોરબીમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી હોય મોરબી ટ્રાફિક પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર સપાટો બોલાવી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રોડ એન્ડ ટ્રાફિક ટ્રાન્સપોર્ટની યોજાયેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરની સાથે ડેપ્યુટી કમિશનર અને ટ્રાફિક PI હાજર રહ્યા હતા. બેઠકમાં ટ્રાફિક સમસ્યા નિવારવા અંગે વિસ્તળત ચર્ચા થઈ હતી. ખાસ કરીને સિરામિક ઉદ્યોગકારો અને અન્ય વાહન ચાલકો જેલ ચોકથી મચ્છુ માતાના મંદિર, દરબારગઢ ચોક, મહેન્દ્ર ડ્રાઇવ-ઇન રોડથી પુલ થઈને સામાકાંઠે જાય છે, તે માર્ગ પર ભારે ટ્રાફિક રહે છે. રસ્તા સાંકળા હોવાથી અને અડચણરૂપ ર્પાકિંગને કારણે આ રૂટ પર ટ્રાફિક જામ સર્જાય છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ, મોરબી ટ્રાફિક PI એચ.વી. ઘેલા અને ટ્રાફિક PSI ડી.બી. ઠક્કરની ટીમે આજે મહેન્દ્ર ડ્રાઇવ-ઇન રોડ અને દરબારગઢ ચોક વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે બેફામ પાર્ક કરાયેલા ૨૨ જેટલા ફોર વ્હીલર (કાર) ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે આ વાહન ચાલકો પાસેથી કુલ રૂપિયા ૧૧,૦૦૦ નો દંડ વસૂલ્યો હતો. દંડ ફટકારવાની સાથે સાથે પોલીસે વાહન ચાલકોને યોગ્ય જગ્યાએ ર્પાકિંગ કરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન ક૨વા અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. ટ્રાફિક પોલીસની આ આકરી કાર્યવાહીથી મનસ્વી રીતે વાહન પાર્ક કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
