તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Saturday, 25th April 2026
'પાસા' હેઠળ જામનગર જીલ્લામાં ૫ શખ્સો સામે કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: નાયબ પોલીસ મહાનિરિક્ષક નિર્લીપ્ત રાય રાજકોટ વિભાગ-રાજકોટ તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા કલેકટર વી.બી.પંડયાના આદેશથી ૫ આરોપીને પાસા હેઠળ જેલહવાલે કરેલ છે.
આ કામગીરી એલ.સી.બી પો.ઇન્સ શ્રી. વી.બી.ચૌધરી નાઓ તથા પો.સબ.ઇન્સ.શ્રી એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી સ્ટાફના હીરેનભાઈ વરણવા, શરદભાઈ પરમાર સુરેશભાઈ માલકીયા તથા પો.ઇન્સ.શ્રી વી.એમ.ડોડીયા તથા મહીપાલસિંહ જાડેજા રવિરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા વિપુલભાઈ સોનગરા વિક્રમસિંહ જાડેજા દ્વારા તથા પો.ઇન્સ.શ્રી એન.એમગઢવી તથા મુકેશસિંહ જાડેજા ક્રિપાલસિંહ સોઢા તથા જોડીયા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી પી.એન.ખાચર તથા મેસુરભાઈ શીયાર, રોહીતભાઈ ગોહીલ દ્વારા કરવામાં આવેલ છે.
પોલીસે બીપીન વસ્તાભાઈ વકાતર (હડીયાણા) મનીષ ઉર્ફે મનીયો પલ્લી રમેશભાઈ દામા, કુલદિપસિંહ લાલુભા જાડેજા, શકિતસિંહ લાલુભા જાડેજા, ભરત મનસુખભાઈ પરમાર (રહે.જામનગર) સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
