<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

જુનાગઢમાં ૧ રૂપિયા માટે જાહેરમાં મારામારી કરનાર વેપારી, યુવાન સામે કાર્યવાહી

વાયરલ વીડિયો આધારે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્‍યો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૦ :.. જુનાગઢમાં ૧ રૂપિયા માટે જાહેરમાં મારામારી કરનાર વેપારી, યુવાન સામે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

આ અંગેની વિગતો એવી છે કે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઈન્‍સ્‍ટાગ્રામ પર શહેરના ઝાઝરડા રોડ પર આવેલા જનકપુરી કોમ્‍પ્‍લેક્ષ પાસેના અમુલ પાર્લરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક રૂપિયા પાછો આપવા બાબતે બોલાચાલી અને મારામારી થઈ હોવાનું સામે આવ્‍યું હતું.

આ વાયરલ વીડિયોની તપાસ કરતા પોલીસને જાણ થઈ કે તા. ૨૭ ઓક્‍ટોબરના રોજ સાંજના આશરે ૮ વાગ્‍યાના અરસામાં, અમુલ પાર્લર પર દૂધની થેલી લેવા આવેલા નૈમી હેમંતભાઈ ભલાણી ઉ. વ. ૨૦ (રહે. ઝંઝુડા રોડ, આલિશાન એવન્‍યુ) અને દુકાનદાર મનસુખભાઈ દેવરાજભાઈ ટીલવા ઉ. વ. ૭૦ (રહે. ઝાંઝરડા રોડ, આલિશાન એવન્‍યુ) વચ્‍ચે એક રૂપિયાની લેતી-દેતી બાબતે બોલાચાલી થઈ હતી. આ મામલો ઉગ્ર બનતા બંને શખ્‍સોએ જાહેરમાં મારામારી કરી બખેડો મચાવીને જાહેર શાંતિનો ભંગ કર્યો હતો.  આ બી બનાવના પગલે બી ડિવિઝન પોલીસે બંનેની અટકાયત કરી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:41 AM IST)