તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 22nd July 2026
સીદસરમાં ગેરકાયદે ચાલતા મદ્રેસા સામે કાર્યવાહીઃ મોલાનાની ધરપકડ
ભાવનગર ગ્રામ્ય પોલીસનું મોટું ‘કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન' : શસ્ત્રો સાથે ૩ ઝડપાયા ૪ વાહન માલિકો સામે કાર્યવાહીઃ ૨૦ ગેરકાયદેસર વીજ જોડાણ પકડાયાઃ અનઅધિકૃત પ્રવૃતિઓ પર કાર્યવાહી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૨:ભાવનગર શહેરના સીદસર ૨૫ વારિયા વિસ્તારમાં પોલીસ અને વહીવટી તંત્રએ ગેરકાયદેસર મદ્રેસા ઝડપી લઇ મૌલાના ને ઝડપી શંકાસ્પદ સાહિત્યમાં અન્ય ધર્મ અંગે અપમાનજનક અને ઉશ્કેરનીજનક ટિપ્પણીઓ કરતા સાહિત્યને અને ત્રણ શખ્સોને હથિયાર સાથે ઝડપી લીધા હતા.
ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા પોલીસ અધીક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અસામાજિક પ્રવળત્તિઓને ડામી દેવાના ભાગરૂપે ભાવનગર ગ્રામ્યના મદદનીશ પોલીસ અધીક્ષક ઘનશ્યામ ગૌતમની આગેવાની હેઠળ વરતેજ, વેળાવદર (સનેશ), ઘોઘા અને ભાવનગર મરીન પોલીસ સ્ટેશન સહિત SOG, LCB અને IB શાખાના અધિકારીઓ અને કર્મચારીઓની ખાસ સ્ક્વોડ બનાવી એક વ્યાપક સંયુક્ત ‘‘કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન'' (CASO) હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં પોલીસ કાફલાની સાથે ભાવનગર SDM, PGVCL, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને આરોગ્ય વિભાગની ઈમરજન્સી એમ્બ્યુલન્સ સાથેની ટીમો પણ જોડાયી હતી. આ તમામ વિભાગોએ વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના સીદસર (શામપરા) વિસ્તારમાં આવેલી ૨૫ વારીયા હાઉસિંગ વસાહતમાં અચાનક દરોડા પાડી સમગ્ર વિસ્તારને ઘેરી લઈને ચેકિંગ હાથ ધર્યું હતું, જ્યારે કામગીરી દરમિયાન ચાંપતી નજર રાખવા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન ધાર્મિક હેતુફેર વાળી જગ્યામાંથી મૂળ બાદરગઢ (તા. પાલનપુર, જી. બનાસકાંઠા) ના વતની અને હાલ ભાવનગરના સીદસરમાં શિક્ષક (મોલાના) તરીકે રહેતા ૨૬ વર્ષીય મહમદ સફીક અબ્બાસભાઈ મહેડીયા પાસેથી વાંધાજનક સાહિત્ય મળી આવતા પોલીસે તેને જપ્ત કર્યું હતું, જ્યારે રહેણાંક મકાનમાં ધાર્મિક હેતુફેર કરવા બદલ હાઉસિંગ બોર્ડ દ્વારા સંબંધિત મકાનને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, દરોડા દરમિયાન છરી અને લાકડીઓ જેવા હથિયારો સાથે મળી આવેલ ૩ ઈસમો વિરુદ્ધ જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને જરૂરી દસ્તાવેજો વગર ફરતા ૪ વાહન માલિકો સામે એમ.વી. એક્ટ ૨૦૭ મુજબ કાર્યવાહી કરી વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા.
વધુમાં, વીજ ચેકિંગ દરમિયાન ગેરકાયદે અને અનઅધિકળત વીજ કનેક્શન ધરાવતા ૨૦ ઈસમો ઝડપાતા PGVCL વિભાગ દ્વારા દંડ વસૂલાતની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જ્યારે હાઉસિંગ વસાહતમાં બિનઅધિકળત રીતે રહેતા ૫૦ જેટલા ઈસમોને હાઉસિંગ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. DySP ઘનશ્યામ ગૌતમ (IPS), નાયબ કલેક્ટર અક્ષર વ્યાસ તેમજ PSI એસ.બી. પઢેરિયા, PSI ડી.એન. જાડેજા, PSI આર.જે. ગોર, PSI એમ.એન. ચાવડા અને ભ્લ્ત્ એમ.સી. ચુડાસમા સહિતના અધિકારીઓ અને સ્ટાફે આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવ્યું હતું. (૩
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
