<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

જામનગરની અતિ જર્જરિત 6 ઈમારતોને તાત્કાલિક તોડી પાડવા કાર્યવાહી હાથ ધરાશે

ગીતા લોજ, મીરા એપાર્ટમેન્ટ, લક્ષ્મી એપાર્ટમેન્ટ સહિત 6 બિલ્ડિંગ અતિ જોખમી જાહેર; ઓધવરામ એપાર્ટમેન્ટ ખાલી કરાવી નળ કનેક્શન કટ, મનપા તંત્ર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા શરૂ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 13  : જામનગર શહેરમાં કુલ છ ઇમારતો અતિ જર્જરિત હોવાનું જાહેર થયું છે અને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તેના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવશે.

 

આ 6 ઇમારતો તોડાશે

 

 

1. *ગીતા લોજ* – ત્રણ બત્તી વિસ્તારમાં આવેલી આ જૂની ઈમારત અત્યંત જર્જરિત હોવાથી ખાલી કરી દેવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં તેનું ડિમોલિશન કાર્ય હાથ ધરાશે.

2. *મીરા એપાર્ટમેન્ટ* – પટેલ કોલોની શેરી નંબર 11 માં આવેલું આ બિલ્ડિંગ અતિ જર્જરિત છે.

3. *લક્ષ્મી એપાર્ટમેન્ટ* – નવાગામ વિસ્તારમાં આવેલું આ બિલ્ડિંગ જોખમી જાહેર કરાયું છે.

4. *ઓધવરામ એપાર્ટમેન્ટ* – શરૂ સેક્શન રોડ પર આવેલ આ એપાર્ટમેન્ટને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવાયો છે. નળ કનેક્શન કટ કરી દેવામાં આવ્યા છે અને હાલ આ બિલ્ડિંગ વપરાશ મુક્ત છે.

5. *કસ્ટમ હાઉસ* – ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલું જૂનું બિલ્ડિંગ.

6. *મનપાની બે જૂની ઓફિસો* – જામના ડેરા પાસે આવેલી મહાનગરપાલિકાની બે જૂની ઓફિસો.

 

મહાનગરપાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે કે આ તમામ છ બાંધકામો અતિ જર્જરિત હોવાથી નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આગામી નજીકના ભવિષ્યમાં તોડી પાડવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરાશે. ચોમાસા પહેલા જોખમી ઇમારતોનું ડિમોલિશન પૂર્ણ કરવા મનપા દ્વારા આયોજન કરાયું છે.

(1:18 PM IST)