<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

કચ્છના અબડાસામાં અદાણી ફાઉન્ડેશનની જળક્રાંતિ: વર્ષો જૂનું ખિરસરા તળાવ 'સાવલિની સરોવર' તરીકે પુનર્જીવિત, વન્યજીવન અને પશુપાલકોને મળ્યો જીવનદાન

અંબુજા સિમેન્ટ્સ સાંઘીપુરમ ખાતે CSR હેઠળ અદાણી ફાઉન્ડેશનની પહેલ, 2024-25માં જળાશય ઊંડું કરી, વનસ્પતિ દૂર કરી, પાળા મજબૂત બનાવ્યા, નિર્જીવ તળાવ બન્યું જળ પલ્લવિત, ચિંકારા-નિલગાય-સસલાં સહિતના પ્રાણીઓ અને સ્થળાંતરિત પક્ષીઓનું આશ્રયસ્થાન બન્યું, સમગ્ર ઇકોસિસ્ટમ ફરી જીવંત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૨૯  : કચ્છ જિલ્લાના અબડાસા તાલુકા મધ્યે આવેલું વર્ષો જૂનું ખિરસરા તળાવ અદાણી ફાઉન્ડેશનના પ્રયાસોથી ફરી જીવંત બન્યું છે. અંબુજા સિમેન્ટ્સ, જે હવે અદાણી ગ્રુપનો ભાગ છે, તેની CSR એકમ અદાણી ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણલક્ષી વિકાસની સરળ પણ અસરકારક પહેલ રૂપે આ જળાશયને નવજીવન આપવામાં આવ્યું છે.

 

વર્ષોની અવગણનાને કારણે ખિરસરા જળાશય લગભગ નિર્જીવ બની ગયું હતું. જળાશયના તળિયે બેઠી ખીજડી સહિતની અનાવશ્યક વનસ્પતિઓ ફેલાઈ જતા પાણી સંગ્રહવાની તેની ક્ષમતા ઘણી હદ સુધી ઘટી ગઈ હતી. જેના કારણે પશુપાલક સમુદાયો તેમજ સ્થાનિક વન્યજીવન માટે પાણીનો વિશ્વસનીય સ્ત્રોત ખૂટી ગયો હતો. પશુઓનું સ્થળાંતર વધતું હતું અને જીવનતંત્રમાં અસંતુલન સર્જાઈ રહ્યું હતું.

 

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અદાણી ફાઉન્ડેશને વર્ષ 2024-25 દરમિયાન જળાશયના પુનઃસ્થાપન માટે સુનિયોજિત કામગીરી હાથ ધરી હતી. જળાશયનું તળિયું ઊંડું કરવામાં આવ્યું, અનાવશ્યક વનસ્પતિઓ દૂર કરવામાં આવી અને પાળોને મજબૂત બનાવવામાં આવી, જેથી વરસાદનું પાણી અસરકારક રીતે સંચિત થઈ શકે.

 

આ પુનર્જીવનના પરિણામે “સાવલિની સરોવર” તરીકે ઓળખાતું આ જળાશય આજે એક સક્રિય અને જીવંત ઇકોસિસ્ટમ રૂપે ઉભરી આવ્યું છે. પાણીની ઉપલબ્ધતા ફરીથી વધતાં હવે વિસ્તારના વન્યજીવન માટે આ સ્થળ સુરક્ષિત આશ્રય બની ગયું છે. ચિંકારા, નિલગાય, સસલાં જેવા પ્રાણીઓ અને વિવિધ જાતિના પક્ષીઓ ફરીથી અહીં વસવાટ કરવા લાગ્યા છે.

 

પાણીની ઉપલબ્ધતા વધતાં સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે તેમજ પશુ પાલકો માટે પણ આ જળાશય આરામ અને આહાર મેળવવાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. આ પ્રોજેક્ટ માત્ર પાણીનો સ્રોત જ નહીં, પરંતુ સમગ્ર સ્થાનિક ઇકોસિસ્ટમને ફરી જીવંત બનાવવામાં સફળ રહ્યો છે.

(9:36 AM IST)