<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

અદાણી મુન્‍દ્રા પોર્ટે સોયાબીન ઓઇલનો ભારતનો અત્‍યાર સુધીનો સૌથી મોટો જથ્‍થો હેન્‍ડલ કર્યો

આર્જેન્‍ટીનાથી આવેલ જહાજમાંથી ૬૬,૮૦૦ મેટ્રિક ટન જથ્‍થો હેન્‍ડલ કરી ભારતીય બંદરો પર ખાદ્યતેલના કાર્ગો હેન્‍ડલિંગમાં નવો માપદંડ સ્‍થાપિત કર્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭: અદાણી મુન્‍દ્રા પોર્ટે ડિગમ્‍ડ સોયાબીન ઓઇલ (DSBO)નો ભારતનો અત્‍યાર સુધીનો સૌથી મોટો સિંગલ વેસલ જથ્‍થો સફળતાપૂર્વક હેન્‍ડલ કરીને મહત્‍વપૂર્ણ ઓપરેશનલ સિદ્ધિ હાંસલ કરી છે.

૨૦ જુલાઈ ૨૦૨૬ના રોજ MT BANGUS પરથી ૬૬,૮૦૦ મેટ્રિક ટન (MT) ડિગમ્‍ડ સોયાબીન ઓઇલનું અદાણી મુન્‍દ્રા પોર્ટ ખાતે સફળતાપૂર્વક ડિર્સ્‍ચાજિંગ કરવામાં આવ્‍યું હતું. આ કામગીરી ભારતીય બંદરો પર કોઈ એક જહાજ દ્વારા હેન્‍ડલ કરાયેલ ખાદ્યતેલના અત્‍યાર સુધીના સૌથી મોટા સિંગલ પાર્સલ તરીકે નોંધાઈ છે, જેણે દેશના લિક્‍વિડ બલ્‍ક કાર્ગો ક્ષેત્રમાં નવો માપદંડ સ્‍થાપિત કર્યો છે.

આ જહાજ કળષિ કોમોડિટીની નિકાસ માટેના અગ્રણી આંતરરાષ્‍ટ્રીય કેન્‍દ્ર સાન લોરેન્‍ઝો, આર્જેન્‍ટિનાથી આવ્‍યું હતું. ૨૨૯ મીટરની લંબાઈ અને ૮૮,૮૩૦ MTના ડિસ્‍પ્‍લેસમેન્‍ટ ધરાવતા આ વિશાળ જહાજને હેન્‍ડલ કરવા માટે ઝીણવટભર્યું આયોજન, વિવિધ ટીમો વચ્‍ચે અસરકારક સંકલન તેમજ પોર્ટના ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવ્‍યો હતો

(10:47 AM IST)