તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
જામનગર જિલ્લા પોલીસ બેડામાં વહીવટી સરળતા ખાતર ૪ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી : પોલીસ અધીક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા જાહેર હિતમાં હુકમ કરાયો
પી.ટી.જયસ્વાલ, એ.એલ.બારસીયા, આર.બી.સોલંકી અને વી.એસ.પટેલની નવી જગ્યાએ નિમણૂંક : કાલાવડ ટાઉન, મેઘપર (પડાણા), શેઠવડાળા અને AHTU પોલીસ સ્ટેશનના અધિકારીઓની અદલાબદલી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ: જામનગર જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરી દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાને રાખીને જિલ્લાના ૪ પોલીસ ઇન્સ્પેક્ટર (પો.ઇન્સ.) ની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. પોલીસ અધીક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા આ કચેરી હુકમ જારી કરવામાં આવ્યો છે, જેમાં તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ચાર્જ સોંપવા અને સંભાળવાની લેખિતમાં જાણ કરવા અલ્ટીમેટમ અપાયું છે.
બદલી થયેલા અધિકારીઓ અને નિમણૂંકની વિગત:
પોલીસ અધીક્ષકના આદેશ મુજબ બદલી પામેલા અધિકારીઓની યાદી નીચે મુજબ છે:
પી.ટી.જયસ્વાલ: મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનથી બદલી કરીને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નિમણૂંક કરવામાં આવી છે.
એ.એલ.બારસીયા: કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનથી બદલી કરીને મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે નવી નિમણૂંક આપવામાં આવી છે.
આર.બી.સોલંકી: AHTU માંથી બદલી કરીને શેઠવડાળા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે.
વી.એસ.પટેલ: શેઠવડાળા પોલીસ સ્ટેશનથી બદલી કરીને AHTU માં નિમણૂંક કરવામાં આવી છે.
આ તમામ બદલીઓ જાહેર હિત અને વહીવટી ક્ષમતા સુધારવાના હેતુથી કરવામાં આવી હોવાનું હુકમમાં જણાવવામાં આવ્યું છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
